ડીસામાં સીઆર પાટીલે જીગ્નેશ મેવાણી મામલે સણસણતો જવાબ આપતા રાજકારણ ગરમાયું

| Updated: June 19, 2022 6:37 pm

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે આજે જીગ્નેશ મેવાણીને આડેહાથ લીધા હતી. ડીસા ખાતે એક ખાનગી હોસ્પિટલના એક કાર્યકર્મમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. ત્યાર બાદ તેઓએ મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેઓએ કહ્યું કે, જીજ્ઞેશ મેવાણીએ વડગામમાં પાણીના પ્રશ્ન મામલે સીએમને અલ્ટિમેટમ પાઠવવાની વાત કરી હતી જેને લઇને સી. આર. પાટીલે જવાબ આપતાં કહ્યું હતું કે જીજ્ઞેશ મેવાણીને પાણીના પ્રશ્ન મામલે બોલવાનો કોઈ અધિકાર નથી.બીજી તરફ જીજ્ઞેશ મેવાણી વડગામ સીટ પર હારતાં હોવાનો પણ સી. આર. પાટીલે દાવો કર્યા છે.

ડીસા ખાતે તૈયાર કરવામાં આવેલ નિમ્સ હોસ્પિટલના શુભારંભ પ્રસંગે સીઆર પાટીલ હાજરી આપવા માટે પહોંચ્યા હતા. આ તકે સીઆર પાટીલની સાથે જિલ્લાના સાંસદ પરબત પટેલ સહિત ગુજરાત તેમજ રાજસ્થાનના અનેક ધારાસભ્યો તેમજ જિલ્લા ભાજપના આગેવનો પણ જોડાયા હતા. જયા હોસ્પિટલના શુભારંભ બાદ સી. આર. પાટિલે જનમેદનીને સંબોધી હતી. જેમાં હોસ્પિટલની અનેક સેવાકીય યોજનાઓથી અવગત કર્યા હતા.

ત્યાર બાદ સીઆર પાટીલે મીડિયા સાથે વાતચીત કરી હતી જેમાં તેઓએ જીજ્ઞેશ મેવાણી પર આકરા પ્રહારો કર્યા હતા. વડગામમાં પાણીના પ્રશ્ન મામલે જીજ્ઞેશ મેવાણીએ સીએમને અલ્ટિમેટમ પાઠવવા અંગે નિવેદન આપ્યું છે જેનો વળતો જવાબ આપતાં કહ્યું કે જીજ્ઞેશ મેવાણીને પાણી પ્રશ્ને બોલવાનો હક્ક નથી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે પાંચ વર્ષમાં જીજ્ઞેશ મેવાણી પ્રજાનો વિશ્વાસ ખોઇ બેઠા છે. બીજી તરફ જીગ્નેશ મેવાણી વડગામ સીટ પર હારતાં હોવાનો પણ દાવો કરી તેમણે ઉમેર્યું કે હવે હાર ભાળી જતાં જીગ્નેશ મેવાણીને વડગામની પ્રજા યાદ આવી છે.

Your email address will not be published.