CREDAI અમદાવાદ મહિલા વિંગ દ્વારા કાનૂની અને નાણાકીય જાગૃતિ પર સેમિનારનું આયોજન કરાયું

| Updated: May 4, 2022 8:31 pm

રિયલ એસ્ટેટ ડેવલપર્સ બોડી CREDAI અમદાવાદની મહિલા વિંગે કાયદાકીય અને નાણાકીય પ્રશ્નો અંગે મહિલાઓમાં જાગૃતિ લાવવા માટે એક સેમિનારનું આયોજન કર્યું હતું.

દેશની સૌથી મોટી ફુલ-સર્વિસ લો ફર્મમાંની એક સિરિલ અમરચંદ મંગલદાસ (સીએએમ)ના ભાગીદાર અને તેના અમદાવાદના વડા પરિધિ અદાણી અને રિંકલ સિંઘ કે જેવો લો ફર્મમાં વિવાદ નિવારણ ટીમના વરિષ્ઠ સહયોગી છે તેમણે CREDAI-GIHED હાઉસ ખાતે અમદાવાદમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રની લગભગ 90 મહિલાઓને સંબોધિત કરી હતી.

તેમના આ સત્રમાં, સીએએમ ટીમે મહિલાઓને તેમના અધિકારો અને ફરજો પ્રત્યે જાગૃત રહેવાના મહત્વના મુદ્દા પર ચર્ચા કરી હતી. તેમણે વ્યવસાયમાં મહિલાઓની ભાગીદારી અને ખાસ કરીને નિયામક, સીઈઓ, પ્રમોટર વગેરે જેવા મુખ્ય સંચાલકીય હોદ્દા ધરાવતી મહિલાઓ માટે વિવિધ વ્હાઈટ કોલર તપાસ સંસ્થાઓ, તેમની સત્તાઓ અને તપાસની સામાન્ય પ્રક્રિયા વિશે પણ સંક્ષિપ્ત પરિચય આપ્યો હતો.

“મહિલાઓમાં તેમના વ્યવસાયો પ્રત્યેના અધિકારો અને પ્રક્રિયાઓ અંગે જાગૃતિ કેળવવાની જરૂર છે. વ્હાઇટ કોલર ગુનાઓ જટિલ પ્રકૃતિના હોય છે અને મોટા ભાગના લોકો, ખાસ કરીને મહિલાઓ તેના કાનૂની પ્રશ્નોથી વાકેફ હોતી નથી. આ સેમિનાર મહિલાઓમાં જાગૃતિ કેળવવાનો પ્રયાસ હતો અને તેમને પોતાની ફરજો પ્રત્યે વધુ સક્રિય અને ભવિષ્યની જાણકાર બનાવીને પ્રોત્સાહિત કરવાનો હતો.”

CREDAI અમદાવાદ મહિલા વિંગના શહેર સંયોજક અને આશિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સના દેવલ સોપારકરે જણાવ્યું હતું કે, “આપણે મીડિયામાં વ્હાઇટ કોલર ગુનાઓ વિશે વાંચતા રહીએ છીએ, પરંતુ મોટાભાગના લોકો, ખાસ કરીને મહિલાઓ કાયદાકીય સૂક્ષ્મતા અને વ્યવસાયના માલિકો તરીકેના અધિકારો અને ફરજો વિશે જાણતા નથી. આ સેમિનાર રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે જોડાયેલી મહિલાઓમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ હતો. અમને સંબોધિત કરવા બદલ અમે પરિધિ અદાણી અને તેમની ટીમના ખૂબ આભારી છીએ.”

CREDAI અમદાવાદ મહિલા વિંગના માનદ સચિવ અને શિવાલિક ગ્રુપના નિકિતા શાહે જણાવ્યું હતું કે,“આવો સેમિનાર અમે પ્રથમ વખત આયોજિત કર્યો હતો. આ સેમિનારનો હેતુ મહિલાઓમાં નાણાકીય અને કાયદાકીય જ્ઞાન વિશે જાગૃતિ લાવવાનો હતો, જેથી તેઓ પોતાના અધિકારો અને ફરજો વિશે જાણે. મહિલાઓ માટે કાયદાકીય જ્ઞાન અતિ મહત્વપૂર્ણ છે, જે તેમને પોતાના માટે અને તેમના પરિવાર માટે મદદરૂપ બની શકે.”

Your email address will not be published.