સોશિયલ મીડિયામાં હથિયાર વહેંચતા 3 આરોપીઓ ઝડપાયા

| Updated: August 2, 2022 9:30 pm

સરખેજ વિસ્તારમાં આવેલા ઉજાલા સર્કલ પાસેથી ક્રાઇમ બ્રાંચે 3 શખસોને હથિયાર સાથે પકડી પાડ્યા હતા. આ શખસો પાસેથી 3 પીસ્ટલ, 16 કારતુસ અને મોબાઇલ મળી 59 હજારનો મુદ્દામાલ કબ્જે કરી ક્રાઇમ બ્રાંચે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ મધ્યપ્રદેશથી હથિયાર લાવ્યા હતા.

આરોપીઓમાં લતીફ સમા, નાસીર ખફી, અને ઈરફાન શેખની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ મધ્યપ્રદેશથી હથિયારો લાવ્યા હોવાનું સામે આવ્યું છે. તમામ આરોપીઓ મૂળ જામનગરના હોવાનું પણ ખૂલ્યું છે. આ ત્રણેય આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે મધ્યપ્રદેશથી પિસ્ટલ લાવીને સોશિયલ મીડિયામાં ગ્રાહકનો સંપર્ક કરી અમદાવાદના સરખેજ વિસ્તારમાં વેચવા આવ્યા હતા.

આરોપીઓ 15 હજાર રૂપિયામાં એક હથિયાર લાવ્યા હતા અને 35 હજાર રૂપિયામાં વેચતા હતા. હાલ તો આ મામલે ક્રાઈમબ્રાંચે આરોપીઓની સધન પુછપરછ શરૂ કરી છે.

Your email address will not be published.