2018- 2020માં SC & ST સામેના ગુનાઓમાં વધારો

| Updated: August 1, 2022 11:57 am

2018 અને 2020 વચ્ચેના વર્ષોમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (SC & ST) વિરુદ્ધના ગુનાના કેસોમાં વધારો થયો છે. જેમા ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં તેમની સામેના ગુનાના સૌથી વધુ કેસ નોંધાયા છે.

2018માં SCs સામેના ગુના માટે નોંધાયેલા કેસો 42,793 થી વધીને 2020 માં 50,000 થી વધુ અને STs સામેના ગુનાની સંખ્યા 6,528 થી વધીને 8,272 થઈ ગઈ છે.

SC સામેના ગુનાઓ 2018 થી 2020 વચ્ચેના વર્ષોમાં સૌથી વધુ યુપી અને બિહારમાં નોંધાય છે. જ્યારે ST સામેના ગુનાઓ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં સૌથી વધારે નોંધાયા છે.

2018માં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (SC & ST) વિરુદ્ધના ગુનાના 42,793 કેસો નોંધાયા હતા જ્યારે 34,838 કેસોમાં ચાર્જશીટ ફાઇલ થઈ હતી. અને 16323 કેસોની તપાસ બાકી છે. જ્યારે 2019માં 45,961 કેસો નોંધાયા હતા જેમાંથી 34,754 કેસો પર ચાર્જશીટ ફાઇલ થઈ હતી અને 17,903 કેસોની તપાસ બાકી હતી. 2020માં 50,291 કેસો નોંધાય હતા જેમાંથી 39138 કેસો પર શરગશીત ફાઇલ થઈ હતી. અને 19,825 કેસોની તપાસ બાકી હતી.

ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાએ તેલંગાણાના સાંસદો કોમતી રેડ્ડી વેંકટ રેડ્ડી (કોંગ્રેસ) અને માન્ને શ્રીનિવાસ રેડ્ડી (TRS) દ્વારા અતારાંકિત પ્રશ્નના લેખિત જવાબમાં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડાઓ રજૂ કર્યા હતા.

આ પણ વાંચો: પ્લોટ ખરીદવા ગયેલા અનુસૂચિત જાતિના યુવકને જાતિવિષયક શબ્દો બોલીને અપમાનિત કરી કાઢી મૂકાયો

Your email address will not be published.