આર્થિક રીતે નબળા વર્ગ (EWS )ના માપદંડ બદલાશે: NEET PG 2021 પર થશે સીધી અસર

| Updated: November 25, 2021 5:47 pm

જો તમે આર્થિક રીતે નબળા વર્ગથી હોય તો આ સમાચાર તમારાં માટે મહત્વના બની રહેશે. કેન્દ્ર સરકાર આર્થિક રીતે નબળા વર્ગનો માપદંડ બદલવા માટે તૈયારી કરી રહી છે. સરકારે આ વિગત સુપ્રિમ કોર્ટમાં કહી છે. જેના થકી દેશમાં અનામત મુદ્દે પુનઃ ચર્ચા આરંભાશે.

હાલ EWS એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના માપદંડ તરીકે વાર્ષિક રુ. 8 લાખની આવક મર્યાદા હતી. હવે કેન્દ્ર સરકાર આ વાર્ષિક 8 લાખની મર્યાદાને વધારવા માંગે છે જેનાથી મોટી આવક ધરાવતા ઉમેદવારોનો પણ EWS એટલે કે આર્થિક રીતે નબળા વર્ગની કેટેગરીમાં સમાવિષ્ઠ થશે.

ક્રિમિલેયરમાં આ દ્વારા બદલાવ આવશે. કેન્દ્ર સરકાર દ્વારા જો EWS એટલે કે આર્થિક રીતે નબળા વર્ગનો આવક માપદંડ બદલશે તો તેની સીધી અસર નીટ પીજી (NEET PG)ની કાઉન્સીલ સાથે સંકળાયેલ છે. NEET PGમાં EWSની અનામત માટે હાલ વિવાદ ચાલી રહ્યો છે. હાલ સૌની નજર કેન્દ્ર સરકાર ઉપર છે કે સરકાર EWS (આર્થિક રીતે નબળા વર્ગ)ની આવક માપદંડને વાર્ષિક 8 લાખ રુપિયાથી વધારી 10 લાખ કે 12 લાખની મર્યાદા કરે છે કે કેમ. 

Your email address will not be published. Required fields are marked *