મગરની ગણતરી માટે “ક્રોક વોચ એપ” તૈયાર કરવામાં આવી

| Updated: July 23, 2021 5:44 pm

મધ્યગુજરાતના ચરોતર વિસ્તારની અંદર મગરની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે અને મગરના સંવર્ધન માટે પણ કાર્યો કરવામાં આવી રહ્યા છે. ચરોતર પ્રદેશ તે જંગલ વિસ્તાર નથી પરંતુ મોટી સંખ્યામાં ખેતરો,ગામડાઓ અને કેનાલ હોવાથી ત્યાં મગર સહિત બીજા ઘણા પ્રાણીઓ પણ રહે છે અને તેમનું સંવર્ધન પણ કરવામાં આવી રહ્યું છે.

વિદ્યાનગર નેચર ક્લબ કે જે ચરોતરમાં આવેલી છે અને છેલ્લા આઠ વર્ષથી તે મગરના સંવર્ધન માટે કાર્ય કરતી સંસ્થા છે. ઘણા આંતરરાષ્ટ્રીય સંશોધકો અને ઘણા વાઈલ્ડલાઈફ ફિલ્મ મેકર્સ નેચર ક્લબ સાથે જોડાયેલા છે અને તેઓ માનવી અને મગર વચ્ચેના સેતુને સમજવાના પ્રયાસ કરી રહ્યા છે.

મગર

વિશ્વ મગર દિવસના રોજ વિદ્યાનગર નેચર ક્લબ દ્વારા એક એપ લોન્ચ કરવામાં આવી છે જેમાં ભારત ભરના મગર પ્રેમીઓ માટે આશિર્વાદ સમાન બની રહેશે. નેચર કલબ છેલ્લા ત્રણ દાયકાથી પણ વધારે  મગર અને તેના સ્વરક્ષણ માટે કામગીરી કરી રહી છે ત્યારે માત્ર ગુજરાત જ નહીં પરંતુ  ભારત સહિત વિશ્વભરના મગર નિષ્ણાંતો,વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓને આ એપ દ્વારા વધુ જાણકારી પ્રાપ્ત થઇ શકશે.

વિદ્યાનગર નેચર ક્લબના કાર્યકર મેહુલ પટેલે જણાવ્યું હતું કે, ક્રોક વોચ એપ દ્વારા ચરોતરના તળાવો, કેનાલોમાં રહેલા તળાવો વિશે વધુ જાણે, અત્યારે મગર કયા કયા વિસ્તારોમાં છે તે અંગેની માહિતી મળે અને તેના રક્ષણ માટે અને સંરક્ષણ માટેના ઉપાયો અંગેની જાણકારી મળે અને આવનારા સમયમાં એક મોટો ડેટાબેઝ પણ તૈયાર થાય તેવા ઉમદા હેતુથી આ એપ તૈયાર કરવામાં આવી છે.

ખારાપાણીના મગર

વિદ્યાનગર નેચર કલબના મેનેજિંગ ટ્રસ્ટી ધવલ પટેલે જણાવ્યું હતું કે, ક્રોક વોચ એપ ગૂગલ પ્લે પર ફ્રીમાં અવેલેબલ છે અને આવતા સમયમાં આઇફોન માટે પણ જોવા માટે મળશે.આ એપની ખાસિયત છે કે, કોઇપણ વ્યક્તિ અને ક્યાંયથી પણ મગર માટેની માહિતી ઇન્ટરનેટ અને ઇન્ટરનેટ વગર પણ જરૂરી જાણકારી સાથે માહિતી અપલોડ કરી શકે છે. ભારતમાં ત્રણ પ્રકારના મગર જોવા માટે મળે છે. સામાન્ય જાતિના મગર, ઘડિયાલ અને ખારા પાણીના મગર જોવા માટે મળે છે. આ અંગેની તમામ માહિતી cw.vncindia.org પોર્ટલ પર ઉપલબ્ધ છે અને આ એપ સમગ્ર દેશમાં રહેલા મગર અંગેની જાણકારી અને માહિતી આપશે.

ઘડીયાલ

વર્ષ ૨૦૧૩માં મગરની ગણતરી શરુ કરવામાં આવી હતી. મગરની ગણતરી કરવા પાછળનો મુળ ઉદ્દેશ અલગ અલગ ફિલ્ડના માણસોને ભેગા કરીને મગર અંગેની જાણકારી અને તેની જાગૃતિ ફેલાવવા અંગેનું છે. અત્યાર સુધી ચરોતર,ખાંધલી, ભડકદ, દેવાતજ, ચાંગા અને ડાલીમાં એક એક મગર હોવાનું સામે આવ્યું છે જયારે ડભોઇમાં આઠ,દેવામાં 88, હેરંજમાં 27, લવાલમાં ત્રણ, મલાતજમાં 21, મરાલા-નગરામામાં 3, નવગામમાં ત્રણ,પેટલીમાં 14, પીજમાં ચાર, સોજિત્રામાં છ, ત્રાજમાં 24, ત્રાણજામાં એક અને વસોમાં નવ મગર સહિત ઓવરઓલ 216 મગર નોંધાયા છે તેવું ધવલ પટેલે જણાવ્યું હતું.

લાલજી પાનસુરિયા, આણંદ

Your email address will not be published. Required fields are marked *