CUET-UG 2022: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ પરીક્ષાની તારીખો અને શેડ્યૂલ કર્યું જાહેર

| Updated: June 23, 2022 9:00 am

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ બુધવારના રોજ સેન્ટ્રલ યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET-UG 2022) માટે પરીક્ષાની તારીખો જાહેર કરી હતી. NTA દ્વારા જણાવાયું હતું કે CUET 2022 કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડમાં 15 જુલાઈ અને 10 ઓગસ્ટ વચ્ચે યોજાશે. વિગતવાર શેડ્યૂલ CUET-UG પરીક્ષાઓ માટે NTAની અધિકૃત વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

પરીક્ષાઓ હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, ઉડિયા, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, આસામી, પંજાબી અને ઉર્દૂ મળીને કુલ 13 જેટલી ભાષાઓમાં લેવામાં આવશે. આ ઉપરાંત, ઉમેદવારો પાસે પસંદગી માટે 19થી વધુ ભાષાના વિકલ્પો હતા. આ ભાષાઓમાં બોડો, સંથાલી, રશિયન, જાપાનીઝ, જર્મન અને ફ્રેન્ચ જેવી ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

ઉમેદવારો અરજી ફોર્મ ભરવા માટે આશરે બે મહિનાની વિન્ડો ઉપલબ્ધ કરાઇ હતી. પરીક્ષા માટેના અરજી ફોર્મ 2 એપ્રિલથી 31 મે દરમિયાન CUET પરીક્ષાઓ માટે NTAની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.

યુજી પરીક્ષા માટે આ CUETની પ્રથમ આવૃત્તિ છે, જેમાં 2022-23ના શૈક્ષણિક વર્ષ માટે લગભગ 44 કેન્દ્રીય, 12 રાજ્ય, 11 ડીમ્ડ અને 9 ખાનગી યુનિવર્સિટીઓએ અરજી કરી હતી. આ વર્ષે CUET પરીક્ષા માટે 11 લાખથી વધુ ઉમેદવારો હાજર રહેશે.
કોઈ વય મર્યાદા વિના, પાત્રતા માપદંડમાં ધોરણ 12 અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરવાની આવશ્યકતા સામેલ છે. જો કે, ઉમેદવારોએ તે ચોક્કસ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે તેમના ઇચ્છિત યુનિવર્સિટીની વય માપદંડ (જો કોઈ હોય તો) પૂર્ણ કરવાની રહેશે.

ઇ-એડમિટ કાર્ડ ટૂંક સમયમાં જ NTAની અધિકૃત વેબસાઇટ પર ઉપલબ્ધ થશે અને કોઈપણ પ્રશ્નના કિસ્સામાં, NTA એ ઉમેદવારોને તેમની સમસ્યાઓના ઉકેલમાં મદદ કરવા માટે બે હેલ્પલાઇન નંબર જારી કર્યા છે. હેલ્પ લાઇન નંબરો સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી કાર્યરત રહેશે.

Your email address will not be published.