ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનના લોકઅપમા યુવકનો આપઘાત

| Updated: January 15, 2022 5:55 pm

ડીસા ઉત્તર પોલીસ મથકમાં ચોરીના ગુનામાં અટકાયત કરેલ આરોપીએ લોકઅપના બાથરૂમમાં ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી.

પ્રાપ્ત વિગત મુજબ ડીસા ઉતર પોલીસે ચોરીના ગુનામાં આરોપી દીપસિંહ ચૌહાણની અટકાયત કરી હતી. બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આવેલ ઉત્તર પોલીસે બાઈક ચોરીના ગુનામાં દીપસિંગ લખસિંગ ચૌહાણ ઉંમર 23 (રહે. જસઇ તા.બાડમેર રાજસ્થાન)ને ઝડપી પાડ્યો હતો.

આરોપી દીપસિંગ લખસિંગ ચૌહાણ ચોરીના ત્રણ ગુનામાં સંડોવાયેલો હતો તેને ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના લોકપમાં રખાયો હતો તેને ગત મોડી રાત્રે ધાબળાની રસ્સી બનાવી લોકપમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દેતા ચકચાર મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતા જ નાયબ પોલીસ અધિક્ષક ડો.કુશલ ઓઝા એમજ ડીસા નાયબ કલેકટર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.પોલીસે નાયબ કલેકટર ની હાજરીમાં પંચનામુ કરી પરિવારજનો સંપર્ક કરી મૃતક આરોપીની લાશ ને ડીસા સિવિલ પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Post a Comments

1 Comment

Your email address will not be published.