બનાસકાંઠાના હડાદ ગામે આદિવાસી યુવકનું કસ્ટોડિયલ ડેથઃ આદિવાસી સમાજે પોલીસ સ્ટેશનને ઘેર્યું

| Updated: November 24, 2021 4:15 pm

હડાદ ગામે ગત રોજ મોડી રાત્રે બાઈક લઇને જઇ રહેલા બે આદિવાસી યુવાનોને પેટ્રોલિંગ વાન સ્ટાફે તેમને આટલી મોડી રાત્રે શા કારણે ફરતા હોવા બાબતે પૂછપરછ કરી હતી. સાથે જ તેમને બાઈક બાબતે વધુ પૂછપરછ કરતાં બન્ને યુવાનોએ સંતોષકારક જવાબ ન આપ્યો હતો જેથી બાઈક ચોરીની હોવાની શંકા જતાં બંનેને વધુ પૂછપરછ માટે પોલીસ સ્ટેશને લવાયા હતા. જ્યાં યુવાનોને પૂછપરછ કરી હતી પરંતુ તેઓ યોગ્ય જવાબ ન આપી શકતા તેમને આખી રાત પોલીસ સ્ટેશન ખાતે કોમ્પ્યુટર રૂમમાં કસ્ટડીમાં રખાયા હતા. 

કસ્ટડીમાં રખાયેલ બંને યુવાનમાંથી વહેલી સવારે એક યુવાન જેનું નામ ભાવેશ ધ્રાંગી હતું, તેણે અગમ્ય કારણોસર પંખે લટકીને ગળો ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, તેમજ તેની સાથે ફરતા અને શંકાસ્પદ હાલતમાં ઝડપાયેલા કૌટુંબિક ભાઈએ પણ આ દૃશ્ય જોતાં આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો જેને પોલીસ સ્ટેશનમાં હાજર PSOએ સમયસૂચકતાથી આપઘાત કરતા બચાવી લીધો હતો.

આરોપીને રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ સ્ટાફ દ્વારા મોડી રાત્રે ફરવા તેમજ બાઈકની માલિકી અંગે પૂછપરછ કરવા માટે પોલીસ સ્ટેશન લવાયા હતા પરંતુ બાઈક અંગે પૂછપરછ દરમિયાન યોગ્ય જવાબો ન આપી શકતા સવારે પી.આઇ સમક્ષ હાજર કરવાનાં હોય તેમને કોમ્પ્યુટર રૂમમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં વહેલી સવારે ૦૭:૩૦ ના ગાળામાં તેની સાથે ફરી રહેલા કૌટુંબિક ભાઈએ ભાવેશને પંખા સાથે ગળા ફાંસો ખાધેલી હાલ માં જોઈ ગભરાઈ જતાં તેણે પણ આપઘાત કરવાની કોશિશ કરી હતી જે દરમિયાન PSO આવી પહોંચતા તેમણે રોકી લીધો હતો. જ્યારે ભાવેશનું મોત થતા તેના મૃતદેહને પીએમ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો.

યુવકનું કસ્ટોડિયલ ડેથ થતા આદિવાસી સમાજના લોકો મોટા પ્રમાણમાં હડાડ પોલીસ સ્ટેશનની બહાર ભેગા થઈ જતાં મામલો સંવેદનશીલ બન્યો હતો અને પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટાફને સુરક્ષા અર્થે સ્ટેન્ડ બાય કરવમાં આવ્યા હતા. ઉપરોક્ત ઘટના સમયે બનેલ તમામ હરકતો કસ્ટડી રૂમની સામે લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થતા ઘટના અંગેની વધુ માહિતી એકઠી કરવમાં આવી રહી છે.

(અહેવાલ: હિરાગર વિનોદ)

Your email address will not be published. Required fields are marked *