CWG 2022: અચિંતા શુલીએ ભારતને અપાવ્યો ત્રીજો સ્વર્ણ પદક, મેન્સ 73 કિગ્રા ઇવેન્ટમાં દર્જ કર્યો રેકોર્ડ

| Updated: August 1, 2022 8:47 am

કોમનવેલ્થ ગેમ્સ 2022માં મેન્સની 73 કિગ્રા ઈવેન્ટમાં 313 કિગ્રાનું સંયુક્ત વજન ઉપાડીને 20 વર્ષીય અચિંતા શુલીએ ભારત માટે ત્રીજો ગોલ્ડ અને એકંદરે છઠ્ઠો મેડલ મેળવ્યો હતો.

ભારતમાં પશ્ચિમ બંગાળના રહેવાસી 20 વર્ષીય વેઈટલિફ્ટરે સ્નેચમાં કુલ 143 કિગ્રા અને ક્લીન એન્ડ જર્કમાં 170 કિગ્રા વજન ઉપાડ્યું હતું. તેણે તેના પ્રથમ અને બીજા એટેમ્પ્ટમાં અનુક્રમે 137 કિગ્રા અને 140 કિગ્રાના બે ક્લીન લિફ્ટ કર્યા હતા. ત્યારબાદ અચિંતા શુલીએ સ્નેચ રાઉન્ડના ત્રીજા એટેમ્પ્ટમાં 143 કિગ્રા વજન ઉપાડીને રેકોર્ડ બનાવ્યો હતો.

ક્લીન એન્ડ જર્ક રાઉન્ડ માટે અચિંતા શુલીનો પ્રથમ એટેમ્પ્ટ 166 કિગ્રા હતો, જે સફળ રહ્યો હતો. બીજા પ્રયાસ માટે આવતા, યુવા લિફ્ટર 170 કિલો વજન ઉપાડી શક્યો ન હતો. જોકે ત્રીજા એટેમ્પટમાં તેને 170 કિલો વજન ઉપાડીને બે રાઉન્ડમાં કુલ 313 કિગ્રાના લિફ્ટ કર્યા હતા. આ સાથે અચિંતાએ કોમનવેલ્થ ગેમ્સમાં રેકોર્ડ દર્જ કરાવ્યો હતો.

દરમિયાન, મલેશિયાના લિફ્ટરે તેના બીજા અને ત્રીજા પ્રયાસ માટે 176 કિલો વજન ઉઠાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે તેના બંને પ્રયાસોમાં નિષ્ફળ ગયો. જેથી અચિંતા શુલીને CWG 2022માં ભારત માટે ગોલ્ડ મેડલ જીતવામાં મદદ મળી.

અચિંતા શુલી 2019 કોમનવેલ્થ સિનિયર અને જુનિયર ચેમ્પિયનશિપનો ગોલ્ડ મેડલિસ્ટ છે. તેણે ત્રણ ચેમ્પિયનશિપ – 2015 કોમનવેલ્થ યુથ ચેમ્પિયનશિપ, 2018 એશિયન યુથ ચેમ્પિયનશિપ અને 2021 વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ પણ જીત્યો છે.

બર્મિંગહામમાં ત્રીજા દિવસના સમાપન પર CWG 2022ની મેડલ ટેલીમાં હાલ ભારત છઠ્ઠા ક્રમે છે.

Your email address will not be published.