રાજકોટમાં નવું સત્ર શરૂ થાય તે પહેલા વાલીઓને ડામ, શાળાઓની ફી 7% વધશે

| Updated: June 9, 2022 6:01 pm

ઉનાળું વેકેશન પુરુ થવાને આરે છે. ત્યારે હવે રાજકોટમાં વાલીઓનો ફી નો ડામ મળવાનો છે.વેકેશન પુરુ થવાની તૈયારીઓ છે અને તે પહેલા વાલીઓને ફી ડામ મળવાનો છે.

ખાનગી શાળાઓમાં ફીમાં 7 ટકા વધારાને મંજૂરી હોવાનું સામે આવ્યું છે.સરકાર FRCના નિયમોને સ્કૂલ સંચાલકો નેવે મુકી રહ્યા છે.આ બધા વચ્ચે સામાન્ય જનતા હેરાન થવાનો વારો આવ્યો છે.

રાજકોટની ખાનગી શાળાઓમાં ફી વધારવાની મંજૂરી આપી દેવામાં આવી છે જેના કારણે વાલીઓને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે.

રાજકોટના વાલીઓ પર ફી વધારાનો ડામ છેલ્લા બે વર્ષથી પડી રહ્યો છે.સરકાર, FRC કમિટી અને સંચાલકોની બેઠકો તો થાય છે પરંતુ છેલ્લે એકને એક નિર્ણય કરવામાં આવે છે.છેલ્લા 2 વર્ષથી ફિ માં વધારો થયો ન હતો જેના કારણે ખાનગી શાળાઓ દ્રારા આ મિંટીગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

307 ખાનગી શાળાઓ 7 ટકા વધારાને મંજૂરી આપવામાં આવી છે.મંજૂરી તો આપી દીધી પરંતુ સામાન્ય જનતાનું શું? દિવસેને દિવસે મોંઘવારીમાં વધારો થઇ રહ્યો છે તેની સાથે હવે સામાન્ય લોકોને પોતાના બાળકો ભણાવા કે નહી તેના પર પણ હવે સવાલ થઇ રહ્યો છે.

Your email address will not be published.