- ચાર બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો
- બાળકની હત્યા કરી લાશ કેનાલમાં ફેંકી દીધી
અમદાવાદના દાણીલીમડામાં પાંચ વર્ષના કિશોરનું અપહરણ કર્યા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. જો કે, બાળકની લાશ આજે કેનાલમાંથી મળી આવતા લોકોમાં ભારે ચકચાર જોવા મળી રહી છે. પોલીસે આ કેસમાં આરોપી બનેવીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના બહેરામપુરા ખાતે રહેલા શેખ પરિવારના પુત્રનું થોડાક દિવસો પહેલા અપહરણ થયું હતું. આ બાળક પરિવારમાં એકનો એક હોવાથી ખુબ જ લાડકો હતો. પરિવાર દ્વારા બાળકને શોધવા માટે ઈનામની જાહેરાત પણ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે પોલીસે બાળકની શોધખોળ માટે ભારે મહેનત કરી હતી. પરતું બાળક ન હતું.
આ બાળકની લાશ ચાંગોદર પાસે આવેલ એક કેનાલમાં દેખાતા લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે કાફલો ઘટના સ્થળે પહોંચી પરિવારને આ અંગેની જાણ કરી હતી. બાળકની લાશ જોતા પરિવાર પર આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ અંદે દાણીલીમડા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.