ભુજના માલધારીઓના માથે આભ ફાટ્યું, ઘેટાં-બકરામાં રોગ લાગુ પડી જતા ટપોટપ મોત

| Updated: May 22, 2022 4:35 pm

એક સામટા 70 ઘેટાં-બકરા (sheep and goats die) મૃત્યુ પામતા રૂ. 4થી 5 લાખની નુકસાની સહન કરવાનો વારો
15 દિવસથી આ વિસ્તારમાં ઘેટાં બકરામાં સંક્રમણ પેદા થતા મૃત્યુ થઈ રહ્યા છે – પશુ ચિકિત્સક
આગોતરી રસી અથવા દવા આપવાથી પશુનો જીવ બચાવી શકાય છે – પશુ ચિકિત્સક

ભુજ તાલુકાના દુધઈ ધોરીમાર્ગ પર આવેલા આહિરપટ્ટીના ડગાળા ગામની સીમમાં એક ધટના સામે આવી છે જેમાં ગામની સીમમાં ભેદી રીતે ઘેટાં બકરાના મોત થયા હોવાનો બનાવ બન્યો છે અને આ બનાવમાં 80થી 70 જેટલા ઘેટાં બકરાના મોત થયા છે.
આ સાથે બિજા 30થી 40 જેટલા ઘેટાં હજુ પણ ગંભીર હાલાતમાં જોવા મળી રહ્યા છે આ ભેદી સંક્રમિત થયા હોવાનું મનાઇ રહ્યું છે જેના કારણે 80થી 70 જેટલા ઘેટાં બકરાના મોત થયા છે.

આ ભેદી સક્રમણની જો વાત કરવામાં આવે તો છેલ્લા 15 દિવસથી આ વિસ્તારોમાં આ ફેલાઇ રહ્યો છે અનેક માલધારીઓના માલ-ઢોર મોતને ભેટી રહ્યા છે.તેની આગોતરી દવા કે રસી લેવડાવી જરૂરી હોવાનું જાણવા મળ્યું છે.

ધાનેટી ગામના માલધારી રણછોડ ભાથી રબારીના એક સામટા ઘેટાં બકરા (sheep and goats die) મૃત્યુ થતા તેમને ભારે નુકશાન થવા પામ્યું છે તેમને રૂ. 4થી 5 લાખની નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે અને તેને લઇને તેમના પર અને તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

ઘેટાં-બકરામાં(sheep and goats die) રોગ લાગુ પડી જતા તે ટપોટપ મરી રહ્યા હોવાની વાત સામે આવી છે જેને લઇને માલ- ઢોર રાખતા લોકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે અને આ સાથે હવે સવાલ એ પણ થઇ રહ્યો છે કે પશુઓમાં આ કયા પ્રકારનો વાયરસ છે જેના કારણે
ઘેટાં-બકરા ટપોટપ મરી રહ્યા છે.

ઝીણા માલના આધારે અમારો આખો પરિવાર નભે છે અને એજ છીનવાઈ જતા અમારા પર આભ તૂટી પડ્યું છે. અધૂરામાં મારા ભત્રીજાનું પણ ત્રણ દિવસ પૂર્વે અચાનક બીમાર પડ્યા બાદ મૃત્યુ થયા બાદ હવે માલના પશુઓના મોત થઈ રહ્યા છે.

આ સાથે વધુ માહિતી મળતા જાણવા મળી રહ્યું છે આ રોગના કારણે પશુઓમાં ઘેટાં બકરાના(sheep and goats die) નાક અને મોઢામાંથી સતત લાળ પડી રહી છે જેના કારણે એવું લાગી રહ્યું છે કે તેઓ બિમારીથી પિડાઇ રહ્યા છે આગળના બંન્ને પગ જકડાઈ જતાં ચાલવાનું બંધ થઈ જાય છે અને ડાયેરીયાના કારણે અશક્ત બની અંતે મોતને ભેટી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે
માલધારીઓ દ્રારા બચાવ માટે સરકારી તંત્ર દ્વારા તાકીદે યોગ્ય પગલાં લેવામાં આવે તે જરૂરી હોવાનું જણાવામાં આવ્યું હતું

Your email address will not be published.