એનસીપીના વરિષ્ઠ નેતા નવાબ મલિક (62), મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા આ વર્ષે 23 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તે જેલમાં છે. મલિક વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં એક સાક્ષીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ જણાવ્યું છે કે ભારતનો મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર (Dawood Ibrahim) દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનના કરાચી શહેરમાં રહે છે, જ્યારે અન્ય એક સાક્ષીએ કહ્યું કે તેને કહેવામાં આવ્યું હતું કે દાઉદ દર મહિને તેના ભાઈ-બહેનોને 10 લાખ રૂપિયા મોકલશે.
“કાસકરે મને કહ્યું કે દાઉદ તેના માણસો મારફતે પૈસા મોકલશે. તેણે કહ્યું કે તેને પણ દર મહિને 10 લાખ રૂપિયા મળશે. બે પ્રસંગોએ, તેણે મને રોકડ રકમ બતાવી અને કહ્યું કે તેને દાઉદભાઈ પાસેથી પૈસા મળ્યા છે.”
ખાલિદનો ભાઈ, જે કાસકરનો બાળપણનો મિત્ર હતો, ગેંગ વોરમાં માર્યો ગયો હતો. તે દાઉદની બહેન હસીના પારકરના ડ્રાઈવર-કમ-બોડીગાર્ડ સલીમ પટેલને પણ ઓળખતો હતો. ખાલિદે EDને જણાવ્યું હતું કે એકવાર પટેલે તેને કહ્યું હતું કે તે હસીના સાથે મળીને દાઉદના નામનો ઉપયોગ કરીને પૈસા પડાવી રહ્યા છે અને સંપત્તિ પર અતિક્રમણ કરી રહ્યા છે. EDએ આરોપ લગાવ્યો હતો કે પટેલે હસીના સાથે મળીને મુંબઈના કુર્લા વિસ્તારમાં ગોવાલા કમ્પાઉન્ડ પણ ગેરકાયદેસર રીતે હડપ કર્યું હતું, જે બાદમાં તેમણે મલિકના પરિવારને વેચી દીધું હતું.
કાસકર અને હસીનાના પુત્ર અલીશાહ (29) સહિત કેટલાક સાક્ષીઓએ પણ (Dawood Ibrahim) દાઉદ પાકિસ્તાનમાં રહેતો હોવાની વાત કરી છે. “તેની પત્નીનું નામ મહેજબીન છે. તેને પાંચ બાળકો છે. એક પુત્રનું નામ મોઈન. તેની બધી દીકરીઓ પરણેલી છે. તેમના પુત્રએ પણ લગ્ન કર્યા હતા,” કાસકરે જણાવ્યું હતું, આગળ ઉમેર્યુ ઉમેર્યું હતું કે અન્ય ભાઈ અનીસ, 1993ના મુંબઈ શ્રેણીબદ્ધ વિસ્ફોટોનો આરોપી, પણ પાકિસ્તાનમાં રહે છે.
EDનો કેસ NIA દ્વારા 1993ના મુંબઈ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોના મુખ્ય આરોપી અને તેના સહાયકો વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અધિનિયમ હેઠળ દાખલ કરવામાં આવેલી FIR પર આધારિત છે.
આ પણ વાંચો: સિબ્બલે રાજીનામુ આપી સપામાંથી રાજ્યસભામાં જવા ભર્યુ ઉમેદવારીપત્રઃ કોંગ્રેસને ટાઢે પાણીએ ખસ ગઈ