વાવના લોદ્રાણી ગામે 16 ઘેટાઓના મોત થતા તંત્રમાં ભાગદોડ

| Updated: April 22, 2022 7:43 pm

વાવના લોદરાણી ગામે માલધારીના 16 ઘેટાઓએ ઝેરી ખોરાક આરોગતા મોત થતા માલધારી પરિવાર બેઘર થઈ ગયો હતો. માલધારી પરિવારેએ સરકાર પાસે આર્થિક મદદની માંગ કરી હતી.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠા જિલ્લાના વાવના લોદરાણી ગામે એક માલધારી પરિવાર પશુપાલન કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો. આજરોજ આ માલધારી પરિવારના 16 ઘેટાઓએ ઝેરી ખોરાક આરોગતા ઘેટાઓના મોત થયા હતા. એક સાથે 16 પશુઓના મોત થતાં માલધારી પરિવાર પડી ભાગી બેઘર થઈ ગયો હતો.

માલધારી પરિવારના એક સાથે 16 પશુઓના મોત થતા ગામના તલાટી કમ મંત્રી અને સરપંચ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પંચનામું હાથ ધરાયું હતું. માલધારી પરિવારના 16 પશુઓના મોત ઝેરી ખોરાક આરોગવાથી થયા હોવાનું અનુમાન કરવામાં આવ્યું હતું. તેમજ માલધારી પરિવારના એક સાથે 16 ઘેટાઓના મોત થતા માલધારી પરિવારે સરકાર પાસે આર્થિક મદદની માંગ કરી હતી.

Your email address will not be published.