સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીને ટ્યુશને જવું ન હોવા છતાં ઘરેથી ટ્યુશનનું કહી બાજુના મકાનના ટેરેસ પરથી પોતાના ઘરના ટેરેસની પાણીની ટાંકી પર કૂદ્યો હતો. જેથી તેનું ટાંકીમાં પડતા ડૂબી જતા મોત નીપજ્યું હતું.
સુરતના ગોડાદરાના ધીરજનગર સોસાયટીમાં રહેતા વિષ્ણુભાઈ પટેલનો પુત્ર સ્મિત પહેલાં ધોરણમાં અભ્યાસ કરતો હતો.સ્મિતને ટ્યુશન ન જવું હોવા છતાં તે ટ્યુશનનું કહી નીકળી બાજુના મકાનના ટેરેસ પર જઇ ત્યાંથી ઘરની પાણીની ટાંકી પર કુદયો હતો.
ટાંકીનું ઢાંકણું ઢીલું હોવાથી પાણીમાં પડ્યો હતો. જેથી ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. પરિવારે શોધખોળ શરુ કરી પોલીસમાં મિસિંગની ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસ સ્મિતના ઘરે પહોંચી હતી અને શોધખોળ શરુ કરી હતી. જેમાં સ્મિત ઘરના ટેરેસ પર પાણીની ટાંકીમાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. બનાવ સંદર્ભે ગોડાદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.