રાજયમાં કોરોના વાયરસના કેસો રોકેટ ગતિએ વધાત જઈ રહ્યા છે. ત્યારે વડોદરામાં એક ત્રણ વર્ષની બાળકીનો કોરોનાએ ભોગ લીધો છે. પરિવાર (Death of a girl from Corona) દ્વારા શહેરની ગોત્રી હોસ્પિટલમાં બાળકીનું મોઢું જોવા માટે માતા તબીબો પાસે હાથ જોડતી જોવા મળી હતી. પરિવારજનો દ્વારા તેઓની દિકરીને વતને લઈ જવા માટે ડોકટરો સામે રજૂઆત પણ કરી હતી. પરતું કોરોના ગાઈડલાઈન પ્રમાણે બાળકીની સ્મશાનમાં દફનવિધિ કરવામાં આવી હતી.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, વડોદરામાં મજૂરીકામ કરી પોતાનો ગુજરાન ચાલતા પરિવારમાં કોરોનાએ માસૂમ બાળકીનો ભોગ લીધો છે. વડોદરાના સુભાનપુરા હરિઓમનગરમાં રહેતા શ્રમજીવી પરિવારની 3 વર્ષની દીકરીની મોડી રાત્રે તબિયત અચાનક બગડી અને તે બેભાન (Death of a girl from Corona) થઈ ગઈ હતી. જેથી ડરી ગયેલા પરિવાર દ્વારા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જેથી બાળકીને વધારે તાવ હોવાના કારણે તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તબીબો દ્વારા તે પ્રકારે સારવાર કરવામાં આવી રહી હતી. જો કે, આજે બાળકીનું સવારે મૃત્યુ થતા પરિવારજનોએ તબીબો પર આક્ષેપો કર્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં ત્રીજી લહેરમાં કોરોનાથી બે બાળકોના મોત, તંત્ર ઉંધા માથે થયું
આ અંગે પરિવારજનોએ જણાવ્યું છે કે, રાત્રે બાળકીને વધારે તાવ હોવાથી તે બેભાન થઈ ગઈ હતી. જેથી હમે લોકો ડરી ગયા હતા અને તેને તાત્કાલિક સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. જો કે, સવારે તબીબોએ અમારી બાળકીને મૃત્યુ જાહેર કરી હતી.
ગોત્રી હોસ્પિટલના તબીબ ડો. હિતેશ રાઠોડે જણાવ્યું હતું કે, બાળકીને વધારે તાવ હોવાથી તે બેભાન થઈ ગઈ હતી જેથી પરિવારજનો દ્વારા મોડી રાત્રે તેને હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જો કે, કોરોના ગાઈડલાઈન પ્રમાણે બાળકીનો સૌપ્રથમ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવતા તેણીને બાળકોના કોવિડ વોર્ડમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. આ બાળકી માલન્યુટ્રિશન(કુપોષણ)જેવી બીમારીથી પીડિત હતી, જેમાં કોરોના પોઝિટિવ આવતાં તેનું મોત નીપજ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગત છેલ્લા 24 કલાકમાં 16617 કેસ નોંધાયા હતા અને 19 લોકોના મોત થયા હતા. અમદાવાદમાં સૌથી વધુ 8,8194 કેસ પોઝિટિવ આવ્યા હતા. ત્યારે અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે AMC દ્વારા અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે. ત્યારે ગત શહેરમાં વધુ 27 માઈક્રોકન્ટેઈન્મેન્ટ ઝોન ઉમેરવામાં આવ્યા હતા.