એક્ટર રસિક દવેનું નિધન, ઇન્ડસ્ટ્રીમાં છવાયો માતમ

| Updated: July 30, 2022 5:44 pm

ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.ભાભી જી ઘર પર હૈ’ ના મલખાન ઉર્ફ દીપેશ ભાન બાદ હવે ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી’ ની અભિનેત્રી કેતકી દવેના પતિ તથા એક્ટર રસિક દવેનું નિધન થયું હોવાની માહિતી મળી રહી છે.65 વર્ષની ઉંમરે રસિકે અંતિમ શ્વાસ લીધા હોવાની માહિતી મળી રહી છે.કાલના દિવસે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.મળતી માહિતી અનૂસાર કિડની ફેલ થવાથી તેમનું નિધન થયું છે.તેઓ છેલ્લા બે વર્ષથી ડાયાલિસિસની બિમારીઓથી ધરાયેલા હતા.

રસિકની વાઇફની વાત કરવામાં આવે તો કેતકીએ ટીવી એક્ટર સાથે તેમના લગ્ન થયા હતા.તેમને એક પુત્રી પણ છે.તેમણે ધમી બધી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે.

કેતકી અને રસિકે 2006 માં ‘નચ બલિએ’ માં પણ ભાગ લીધો હતો.ત્યાર બાદ સંસ્કાર:ધરોહર અપનો કી’ માં જોવા મળ્યા હતા.એસી દીવાનગી દેખી નહી કહી માં પણ જોવા મળી હતી અને તેઓ બન્ને એક ગુજરાતી થિયેટર કંપની પણ ચલાવી રહ્યા હતા.

કેતકી દવેના પરિવારની વાત કરવામાં આવે તો તેની માતા પણ સરિતા જોશી એક અભિનેત્રી છે.તેના પિતાની વાત કરવામાં આવે દિવંગત પ્રવીણ જોશી એક પણ થિયેટર નિર્દેશક હતા

તેમની બહેની વાત કરવામાં આવે તો એક નાની બહેન પૂરબી જોશી છે જે એક અભિનેત્રી અને એક એન્કર પણ છે

આ પહેલા થોડા દિવસ અગાઉ ભાભી જી ઘર પર હૈના દીપેશ ભાનનું નિધન થયું હોવાના સમાચાર સામે આવ્યા હતા.ભાભી જી ઘર પર હૈં’ના સૌથી શાનદાર પાત્રોમાંનું એક પાત્ર એટલે દિપેશ ભાનનું પાત્ર.આજે તેમનું નિધન થયું છે.ક્રિકેટ રમતા દિપેશ પડી ગયો હતો તેવી માહિતી મળી રહી છે.ત્યાર બાદ તેમને દવાખાને લઇ જવામાં આવ્યા હતા અને ત્યાં ડોક્ટરોએ તેમને તેને મૃત જાહેર કર્યા હતા.તેમના મોતના સમાચાર સાંભળીને ફેન્સની સાથે સાથે સેલિબ્રિટી પણ આઘાતમાં જોવા મળી રહ્યા હતા.

Your email address will not be published.