વેકેશનની મજા મોતમાં ફેરવાઈ: સાતમાં માળેથી પટકાતા સગીરાનું મોત

| Updated: May 17, 2022 7:13 pm

રાજકોટમાં સાતમાં માળેથી પટકાતા વિદ્યાર્થિનીનું મોત થતા પરિવારજનોમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ શાળામાં વેકેશન ચાલતો હોવાથી સગીરા તેની માસીના ઘરે રાજકોટ ગઈ હતી અને સાતમાં માળેથી પટકાઈ હતી. તેણીના તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જો કે, ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં રહેતી માસીના ત્યા અંજલીબેનના ઘરે આવેલી ધ્વનિ ચંદ્રેશભાઇ મકવાણા (ઉં.વ.14) ગઈકાલે બપોરના ત્રણેક વાગ્યા આસપાસ અકસ્માતે સાતમા માળેથી નીચે પટકાઈ હતી. જો કે, તેણીને ગંભીરઈજાઓ થતા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જો કે,ત્યા હાજર તબીબોએ તેણીને મૃત જાહેર કરી હતી.

આ બનાવને સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ કાફલો તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે સગીરાના મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, મૃતક ધ્વનિ તેના માતા-પિતાની એકની એક પુત્રી હતી અને ધો.9માં અભ્યાસ કરતી હતી. હાલ ઉનાળાનું વેકેશન હોવાથી ધ્વનિ રાજકોટમાં રહેતા માસી અંજલીબેનના ઘરે વેકેશન ગાળવા આવી હતી. દરમિયાન માસીના ઘરે પેટી ઉપર ચડીને નીચે જોવા જતા અકસ્માતે સાતમા માળેથી પટકાતાં મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

Your email address will not be published.