વડાપ્રધાન મોદીને જાનથી મારી નાખવાની ધમકીઃ એનઆઇએ સ્તબ્ધ

| Updated: April 1, 2022 4:03 pm

નેશનલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી (એનઆઇએ)ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપતો ઇ-મેઇલ મળ્યો છે. આના પગલે એનઆઇએ સ્તબ્ધ થઈ ગઈ છે અને સિક્યોરિટી એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે. ઇ-મેઇલ કરનારાએ જણાવ્યું હતું કે તે આત્મહત્યા કરવા જઈ રહ્યો છે, તેથી આ કાવતરુ હજી સુધી કોનું છે તે જાણી શકાયું નથી.

અહેવાલ મુજબ મોદીને જાનથી મારી નાખવા માટે કમસેકમ 20 સ્લીપર સેલ્સ એક્ટિવેટ કરવામાં આવ્યા છે. આ સ્લીપર સેલ્સ પાસે 20 કિલોગ્રામ આરડીએક્સ છે. ઇ-મેઇલ મુજબ આ માટેનું આયોજન તૈયાર થઈ ગયું છે અને તેનો અમલ કરવાની રાહ જોવામાં આવી રહી છે. આ આયોજન સાથે વિવિધ પ્રકારના આતંકવાદી સંગઠનો જોડાયેલા છે.

આ ઇ-મેઇલ મેળવનારી મુંબઈ બ્રાન્ચે જણાવ્યું હતું કે તેણે અન્ય સલામતી સંસ્થાઓ સાથે આ ઇ-મેઇલ શેર કર્યો છે. સાઇબર સિક્યોરિટી એજન્સી કયાંથી ઇ-મેઇલ મોકલાયો હતો તે સુનિશ્ચિત કરવા આઇપી એડ્રેસ ઓળખવા પ્રયત્ન કરી રહી છે.

Your email address will not be published.