ખાદ્ય તેલના ભાવમાં થયો ધટાડો, જાણો 1 લીટરની લેટેસ્ટ કિંમત

| Updated: July 5, 2022 3:33 pm

વધી રહેલી મોંધવારી વચ્ચે હવે સારા સમાચાર આવી રહ્યા છે કે તેલ-તેલીબિયાં(oil) બજારમાં પણ ઘટાડો થયો છે જેના કારણે ખાદ્યતેલના (oil) ભાવમાં ધટાડો નોંધાયો છે.આજ સવારથી જ ભાવમાં ધટાડો નોંધાયો છે જેના કારણે લોકોને હવે રાહત થઇ છે.તેલના(oil) ભાવ ધટાડાનું કારણ વૈશ્વિક બજારમાં તેલના ભાવમાં થયેલા ભારે ઘટાડાથી છે

સોયાબીન ,સીપીઓ, પામોલીન જેવા આયાતી તેલના ભાવમાં ધટાડો થયો છે અને તેના ભાવમાં છેલ્લા એક મહિનામાં લગભગ 35-40 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે સ્થાનિક કિંમતોમાં પણ ધટાડો જોવા મળી રહ્યો છે.

કપાસિયાનો કારોબાર લગભગ સમાપ્ત થઈ ગયો છે અને ગુજરાતમાં નમકીન કંપનીઓ અથવા ઉપભોક્તા કપાસિયા તેલના(oil) બદલામાં મગફળી તેલનો ઉપયોગ કરી રહ્યા છે.

વધી રહેલી મોંધવારીના કારણે લોકો હેરાન-પરેશાન થઇ ગયા છે જેના કારણે હવે તેલના(oil) ભાવમાં થોડો ધટાડો નોંધાતાની સાથે લોકોમાં થોડી રાહત થઇ છે.

Post a Comments

3 Comments

 1. D haram B. Gajera

  સસ્તું તેલ ખાવાની ઇચ્છવાળા એક વખત મગફળીનું ઉત્પાદન કરી અનુભવ તો કરી જુઓ કે કેટલી વીશે સો થાય. પરસેવાની મહેનત વગર જેમ તમારા ધંધામાં તમે 20 ટકા 25 ટકા જેટલો નફો રળતા હોવાની ખેવના રાખી સારું જીવન જીવો છો તેમ પરસેવાની મહેનતથી તેમને પણ કમાણી કરી સારુ જીવન જીવવું છે. જેથી ભાવો વધી ગયાની બુમો પાડી તેના હક્કનું છીનવવાનું ખરાબ પાપી કૃત્ય ન કરો તો સારું. તેલના ડબા ના ભાવ 5000, ઘઉંના મણ ના 1000 ભાવ હોવા જોઈએ.
  જય જવાન
  જય કિસાન
  જય વિજ્ઞાન
  જય હિન્દ

 2. Ankit Patel

  Amane khbr j che chutani aave to badha no bhav utari Jay ane chutani Jay atle badha no bhav vadhi Jay. Badhu rajkaran che saheb 👀 badha bhega thay che khedut aapgat karavo em cho💯😐

Your email address will not be published.