દીપિકા પદુકોણે તેના જન્મદિવસ પર ચાહકોને આપી અનોખી ભેટ: નવી ફિલ્મ “ગહેરાઈયા”ના પોસ્ટરો કર્યા રીલીઝ

| Updated: January 5, 2022 6:03 pm

અભિનેત્રી દીપિકા પાદુકોણનો આજે જન્મદિવસ છે. ત્યારે આજના દિવસે તેની આગામી ફિલ્મ “ગહેરાઈયા” ના છ પોસ્ટરો રીલીઝ થયા છે. જેની દર્શકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. સૌથી પ્રતિભાશાળી દિગ્દર્શક શકુન બત્રા દિગ્દર્શિત આ બહુપ્રતીક્ષિત ફિલ્મ આજના સંબંધો અને તેના આંતરિક સ્તરોની જટિલતાઓ, યુવાનોના જીવનના વિવિધ પરિબળો અને મુક્તપણે જીવવાની ઇચ્છા દર્શાવે છે.

ફિલ્મના મુખ્ય સ્ટાર દીપિકા પાદુકોણના જન્મદિવસના ખાસ પ્રસંગે રજૂ થયેલા નવા પોસ્ટરોમાં તમામ પાત્રોને અલગ રીતે દર્શાવવામાં આવ્યા છે. આ પોસ્ટરોમાં અત્યંત આકર્ષક પોસ્ટરો તેમજ દીપિકા અને સિદ્ધાંતનું હૃદયસ્પર્શી પોસ્ટર તેમજ તમામ કલાકારોનું સામૂહિક પોસ્ટર પણ સામેલ છે.

ફિલ્મની ઉત્સુકતામાં વધારો કરતા આ તમામ પોસ્ટરો દર્શકોને આ “રિલેશનશિપ ડ્રામા” જોવાની ઝંખનામાં વધારો કરે છે. દીપિકા પાદુકોણે સૌ પ્રથમ તેના બધા ચાહકો માટે આ પોસ્ટર્સ શેર કર્યા હતા. તેમણે લખ્યું હતું કે, ‘તમારા બધાની ધીરજ અને વિપુલ પ્રેમ માટે, આજના ખાસ દિવસે તમારા બધા માટે આ એક વિશેષ ભેટ છે.’

આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, સિદ્ધાંત ચતુર્વેદી અને અનન્યા પાંડે મુખ્ય ભૂમિકામાં તેમજ ધેર્ય કરવા, નસરુદીન શાહ અને રજત કપૂર જોવા મળશે. ભારત તેમજ વિશ્વભરના 240 દેશોના દર્શકો એમેઝોન પ્રાઇમ વીડિયો પર આ ફિલ્મનો આનંદ માણી શકશે.

Your email address will not be published.