કેજરીવાલની વેરાવળમાં બીજી ગેરંટીની જાહેરાત, 10 લાખ સરકારી નોકરી આપવામાં આવશે

| Updated: August 1, 2022 6:34 pm

આમ આદમી પાર્ટી (આપ)ના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યા હતા. તેઓએ વેરાવળમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. રોજગારીને લઈ તેઓએ જણાવ્યું હતુ કે અને અમને બસ એક મોકો આપો અમે તમામ યુવાઓને રોજગારી આપીશું, અને રોજગારી ન મળે ગુજરાતમાંથી ધક્કા મારી કાઢી મુકજો.

વેરાવળમાં અરવિંદ કેજરીવાલની મુલાકાતને લઈ મોટી સંખ્યમાં લોકો ઉંમટી પડ્યા હતા. તેઓએ કેન્દ્ર અને ગુજરાત સરકારને આડે હાથે લીધી હતી. આ સાથે લઠ્ઠાકાંડને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પર પ્રહારો કરતા જણાવ્યું કે હજી સુધી સીએમ તે પરિવારના લોકોને મળવા માટે પહોંચ્યા નથી. તો બીજી બાજુ કેજરીવાલે રોજગારી મુદ્દે મોદી અને ગુજરાત સરકારને ઘેરી હતી. તેઓએ કહ્યું કે, હાલમાં જ એક બેરોજગાર યુવકે બેરોજગારીના કારણે આત્મહત્યા કરી છે. અને અમને બસ એક મોકો આપો અમે તમામ યુવાઓને રોજગારી આપીશું, અને રોજગારી ન મળે ગુજરાતમાંથી ધક્કા મારી કાઢી મુકજો. મેં દિલ્હીમાં સ્કૂલ અને હોસ્પિટલ બનાવ્યા તેવું દેશમાં એક તો બનાવી બતાવે! બીજી તરફ જયારે ચૂંટણીઓ આવતી હોય ત્યારે રાજકીય પાર્ટીઓ ઘોષણા પત્રમાં વાયદાઓ આપતા હોય છે પરંતુ અમે વાયદા નહિં કામ કરી બતાવીશું. અને અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતા ને 5 ગેરન્ટી આપી હતી.

  • જેમાં 5 વર્ષમાં દરેક બેરોજગારોને રોજગારી મળશે. જેમ દિલ્હીમાં 12 લાખ લોકોને રોજગારી આપી છે. અને વધુ 20 લાખ લોકોને નોકરી આપીશું.
  • જ્યાં સુધી રોજગાર ન મળે, ત્યાં સુધી દરેક બેરોજગારોને 3 હજાર દર મહિને ભથ્થું મળશે.
  • 10 લાખ સરકારી નોકરી આપશું.
  • ગુજરાતમાં દરેક પેપર ફૂટે છે તેનો કાયદો લાવીશું. અને પેપર ફૂટતા બંધ કરવશું. અને તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરીશું.
  • સહકારી ક્ષેત્રે તમામ નોકરીઓની સિસ્ટમ પારદર્શક કરશું. સામાન્ય માણસો ને નોકરી મળશે. કોઈ ની ભલામણથી નહિ.

આમ દિલ્હીના સીએમ અને સંયોજક અરવિંદ કેજરીવાલે કુલ પાંચ ગેરંટી ગુજરાતની જનતાને આપી છે, અને હવે કોઈ આત્મહત્યા ન કરે અને આ બધી જાહેરાત બાદ અન્ય રાજકીય પક્ષો પર ઈસારો કરતા કહ્યું કે ન્યૂઝમાં જોયા બાદ મને ગેર શબ્દો બોલશે.

વધુમાં કેજરીવાલે કહ્યું કે, 1 જુલાઈથી પંજાબમાં પણ વીજળી ફ્રી કરાઇ છે, તેમજ ગુજરાતમાં સરકાર બનશે તો અહી પણ 24 કલાક વીજળી આવશે અને 300 યુનિટ ફ્રી આપીશું, 31 ડિસેમ્બર, 2021 સુધીના તમામ બિલ માફ કરીશું. સાથે જ કેજરીવાલ ફ્રી રેવડી આપી રહ્યો છે તેમ કહેતા હશે પરંતુ તે લોકો બધી રેવડી પોતાના મિત્રોને આપે છે અને સ્વિસમાં નાખે છે. કેજરીવાલ રેવડી જનતાને આપશે. ગુજરાત સરકાર પર 3.5 લાખનું કરજ છે. હાલમાં સિંગાપુરની સરકારે મને નિમંત્રણ આપ્યું અને કહ્યું કે અહી આવો અને બધાને કહો તમે કેટલું સારું કામ કરો છો. પરંતુ મને ન જવા દીધો. હું આ મંચ પરથી ચેલેન્જ કરું છું કે કેજરીવાલે જેવા સ્કૂલ દિલ્હીમાં બનાવ્યા છે તેવી તમે 1 સ્કૂલ બનાવી દેખાડો. જે રીતે મે હોસ્પિટલ બનાવી છે તેવી બનાવી દેખાડો. જે મોડલ અમારી પાસે છે તે ભાજપ પાસે નથી.

તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના લોકો વીજળીના ઊંચા બિલ ચૂકવે છે. વીજળીના ક્યાંય નથી તેટલા દરો ગુજરાતમાં છે. ગુજરાતનો મધ્યમ વર્ગ વાજબી ભાવે વીજળી મેળવવાને હક્કદાર છે. કોરોના પછીના કાળમાં ગુજરાતની પ્રજા પીસાઈ રહી છે ત્યારે તેમને વીજ બિલના મોરચે રાહત મળવી જરૂરી છે. તેના હેઠળ જ અમે સામાન્ય લોકોને આ રાહત આપવાનું વચન આપીએ છીએ. આ રાહત પણ કંઈ દયાદાન નથી, પણ ગુજરાતની પ્રજાનો હક્ક છે. લોકો પર વિપદા આવે ત્યારે શાસને તેમનું કવચ બનવાનું હોય છે. અમારી સરકાર આ જ વિભાવના સાથે કામ કરે છે.

Your email address will not be published.