DELHI CORONA: દિલ્લીમાં કોરોના રોકવા નિયમો કડક, ખાનગી કચેરીઓમાં હવે 100% વર્ક ફ્રોમ હોમ

| Updated: January 11, 2022 1:20 pm

સતત વધી રહેલા કેસો વચ્ચે અનેક રાજયો પોતાની રીતે કોરોનાને રાકવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.વધી રહેલા કેસો વચ્ચે કેજરીવાલ સરકારએ 100 ટકા ધરથી કામ કરવા માટેની સુચના આપવામાં આવી છે જે ખાનગી કચેરીઓ છે તેના માટે આ નિયમ કરવામાં આવ્યો છે.

ભારતમાં સૌથી વધારે કેસ દિલ્હીમાં જોવા મળે છે.અને બીજા નંબર પર મુંબઇ જોવા મળે છે.નવી ગાઇડલાઇન અનુસાર આજથી દિલ્હીમાં ખાનગી ઓફિસો સંપૂર્ણપણે બંધ રહેશે અને કર્મચારીઓ ઘરેથી કામ કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે.હોમ ડિલિવરી સેવા ચાલું રહેશે અને બાર અને રેસ્ટોરન બંધ રાખવામાં આવશે તેવી પણ સાથે જાહેરાત કરવામાં આવી છે.

દિલ્હી વિકાસ પ્રાધિકરણે કહ્યું કે દિલ્હીમાં તે તમામ ખાનગી કચેરીઓ જે બિન-આવશ્યક સેવાઓ સાથે જોડાયેલ છે તે સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે.અને તેઓને ધરથી જ કામ કરવાનું રહેશે.

આ DDMA ની નવી માર્ગદર્શિકા છે
એક નવો આદેશ જારી કરીને, ત્યાંનું કામ વર્ક ફ્રોમ હોમના નિયમ હેઠળ થશે. આવશ્યક સેવાઓ સાથે જોડાયેલી કચેરીઓ જ ખુલ્લી રહેશે.
આજથી તમામ રેસ્ટોરાં અને બાર પણ બંધ રહેશે. મતલબ કે અહીં બેસીને ભોજન ન ખાઈ શકાય. જો કે, રેસ્ટોરાંને હોમ ડિલિવરી અને ટેકવે સેવાઓ પ્રદાન કરવાનું ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવશે.

Your email address will not be published.