Alt ન્યૂઝના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેર વિરુધ્ધ દિલ્હી પોલીસે નવા આરોપ ઉમેર્યા

| Updated: July 2, 2022 3:51 pm

દિલ્હી પોલીસે શનિવારે આક્રમક ટ્વીટના સંદર્ભમાં Alt ન્યૂઝના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેર વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી FIRમાં ભારતીય દંડ સંહિતા અને વિદેશી યોગદાન (રેગ્યુલેશન) એક્ટ, 2010 (FCRA)ની ત્રણ નવી કલમો ઉમેરી છે. 

દિલ્હી પોલીસે ઝુબેર માટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીની પણ માંગ કરી છે. આ દરમિયાન Alt ન્યૂઝના પત્રકારના વકીલે કોર્ટ સમક્ષ જામીન અરજી દાખલ કરી છે.

પત્રકારની અગાઉ ભારતીય દંડ સંહિતાની કલમ 153 (ધર્મ, જાતિ, જન્મ સ્થળ, ભાષા વગેરેના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવી) અને 295 (ધાર્મિક લાગણીઓને ભડકાવવાના હેતુથી ઇરાદાપૂર્વક અને દૂષિત કૃત્ય) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

પત્રકાર ઝુબેરની પાંચ દિવસની કસ્ટડીમાં પૂછપરછની મુદત પૂરી થતાં શનિવારે તેને દિલ્હીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સૂત્રો અનુસાર દિલ્હી પોલીસે ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સ્નિગ્ધા સરવરિયાને જણાવ્યું કે, ઝુબૈરને હવે કસ્ટડીમાં પૂછપરછની જરૂર નથી.

મોહમ્મદ ઝુબેરની દિલ્હી પોલીસે 27 જૂને તેના એક ટ્વિટ દ્વારા ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં ધરપકડ કરી હતી અને તે જ દિવસે ટ્રાયલ કોર્ટ દ્વારા તેને એક દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, આ કેસ ટ્વિટર યુઝરની ફરિયાદ પર નોંધવામાં આવ્યો હતો જેણે તેના પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચો: આદિવાસી વિશે અપમાનજનક ટિપ્પણી કરનાર SOUના નાયબ કલેક્ટર નિલેશ દુબે સસ્પેન્ડ

Your email address will not be published.