‘દ. ગુજરાતમાં વાવાઝોડાથી અસરગ્રસ્ત શેરડીના ખેડૂતોને 200 કરોડની સબસિડી આપો’

| Updated: July 14, 2021 5:46 pm

સુરત સહિત ‌સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાથી અસરગ્રસ્ત શેરડીના ખેડૂતોને ‌200 કરોડ રૂપિયાની સબસિડી સહિત આર્થિક મદદ‌ આપવાની માંગણી ખેડૂત અગ્રણી દર્શન નાયકે કરી છે. કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહને પણ પત્ર લખીને આ બાબતે અરજ કરવામાં આવી છે.

દર્શન નાયકનું કહેવું છે કે કેન્દ્ર સરકાર સુગર ફેકટરી પાસેથી ઇન્કમટેક્સ વસૂલ કરવા પર ભાર મૂકવાને બદલે સુગર‌ ફેક્ટરીની પડતી રોકવા માટે આગળ આવે એ હાલ વધુ જરૂરી છે. ઇન્કમટેક્સના ચક્કરમાં વ્યારા અને માંડવી તાલુકાની સુગર ફેકટરી બંધ થઈ ગઈ છે. જેને ઊભી કરવી જોઈએ. ગુજરાતમાં ઓછા વરસાદને કારણે શેરડીનું ઉત્પાદન ઘણું ઓછું થયું છે. મિલોનુ કામકાજ પણ 15 દિવસ બંધ રહ્યું હતું.

સુગર ફેકટરી પર બે લાખથી વધુ પરિવારોનું જીવનનિર્વાહ ચાલી રહ્યું છે. 29 ડિસેમ્બર 2020ના પરિપત્ર અનુસાર એક્સપોર્ટ થતી ખાંડની સબસિડીમાં એક મેટ્રિક ટન પર 2000 રુપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જેમાં વધારો કરવામાં આવે. ખેડૂતોની લોનના વ્યાજદરમાં રાહત મળે એ માટે પણ આ‌ પત્ર દ્વારા રજુઆત કરવામાં આવી છે.

Your email address will not be published.