સુરતમાં તાંત્રિક વિધીના નામે માતા અને સગીર દિકરી સાથે દુષ્કર્મ કરનારા અજમલબાબાને આજીવન કેદની સજા સુરત કોર્ટ દ્વારા ફરમાવી છે. જો કે જે વિસ્તારની પીડિતા હતી તે વિસ્તારના લોકોએ રેલી કાઢી તાંત્રિકને આજીવનના બદલે ફાંસીની સજાની આપવા માટે માંગ કરી હતી.
સુરતના ખ્વાજાદાના દરગાહની બહાર દુકાન નાંખીને બેસી રહેલા અકમલબાબાને તાંત્રીક વિધીના બહાને મહિલા તેમજ તેની 14 વર્ષિય પુત્રીની સાથે બળાત્કાર કરવાના ગુનામાં દોષિત જાહેર કરી આજીવન કેદની સજાનો હુકમ કરાયો હતો. આ મહિલાને તેનો પતિ મરી જશે તેવો ડર બતાવીને સતત છ મહિના સુધી બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. માતા અને તેની પુત્રી બંને સાથે બળાત્કારના ગુનામાં તાંત્રિક વિધિ કરતા અકમલને આજીવન કેદની સજા ફટકારતા આ સજાને બદલે તેને ફાંસીની સજા થાય તેવી માંગ કરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે તાંત્રિક અકમલ બાબાની આ હરકત બાદ તેને ઝડપી લેવામાં આવ્યો હતો. વર્ષ 2017માં પણ લોકોએ વિરોધ નોંધાવી ફાંસીની સજાની માંગ કરી હતી. ક્યારે આજીવન કેદની સજા ફાંસીમાંથી બદલાય તેવી હાલ ફરી માંગ ઉઠી છે.
( અહેવાલ: મયુર મિસ્ત્રી, સુરત )