રોગચાળાનો પ્રકોપ: અમદાવાદમાં ડેંગ્યુ, ચીકનગુનીયાના કેસમાં ધરખમ વધારો

| Updated: September 27, 2021 9:04 am

અમદાવાદમાં પાણી-મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉંચક્યું છે. શહેરમાં ડેંગ્યુ અને ચીકનગુનીયાના કેસો વધવાની સાથે મૃત્યુઆંક વધી રહ્યો છે. છેલ્લા બે મહિનામાં ડેંગ્યુ, ચીકનગુનીયા જેવા રોગોથી મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા 25 થઈ ગઈ છે. અમદાવાદની સરકારી, ખાનગી હોસ્પિટલોમાં રોગચાળાના દર્દીઓનો ખૂબ ધસારો જોવા મળી રહ્યો છે.

શહેરની ૩૦ જેટલી ખાનગી હોસ્પિટલોમાં એક જ અઠવાડિયામાં 1500 જેટલા રોગચાળાના નવા કેસ નોંધાયા છે, જેમને અગાઉ કોરોના થયો હતો તેવા દર્દીને ચિકન ગુનિયામાં ફેફસાંને લગતી સમસ્યાના કેસ પણ સામે આવી રહ્યા છે. ચાલુ સપ્ટેમ્બર મહિનાના પ્રથમ 20 દિવસમાં સિવિલમાં ડેન્ગ્યુના 222, ચીકનગુનિયાના 75 અને મેલેરિયાના 46 જેટલા કેસો નોંધાયા છે, જ્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 145 અને ચીકનગુનિયાના 35 જ્યારે મેલેરિયાના 36 દર્દીઓ સામે આવ્યા છે.

રોગચાળો બાળકો પર વધુ ઘાતક અસર બતાવી રહ્યો છે. જે બાળકોને વધુ સારવાર માટે દાખલ કરવા પડી રહ્યા છે તેમાં 70 ટકા બાળકોને સારવાર માટે ઓક્સિજનની જરૂર પડી રહી છે.

રોગચાળાથી બચવા શું કરશો?   

  • ઘરમાં કે ઘરની નજીક પાણી ભરાઈ ન રહે તેનું ધ્યાન રાખવું  
  • મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા જંતુનાશકનો પ્રયોગ કરવો
  • પગમાં પણ ભેજના કારણે ફંગસ થઇ શકે છે
  • ભીના કપડાં કે મોજા લાંબા સમય સુધી ના પહેરવા
  • કોઈ પણ ખોરાક લેતા પહેલા હાથ સાબૂથી ધોવા.

Your email address will not be published. Required fields are marked *