આર્ટોડોંટિકસ – વ્યવસાય ડેન્ટિસ્ટ પણ દિલથી એક કલાકાર

| Updated: August 24, 2021 4:46 pm

આર્ટોડોંટિકસ દુનિયાના ઘણા ડેન્ટિસ્ટ દ્વારા આરંભ કરવામાં આવેલી એક પહેલ છે જેમાં ડેન્ટિસ્ટ પોતાના નવરાશ ના સમય માં પોતાની કળા ને ઉજાગર કરી બધા ની સામે રજૂ કરે છે. આની શરૂઆત 2019 માં મુંબઈ નિવાસી ડોક્ટર વૈશાલી દાસ દ્વારા કરવામાં આવી હતી જે પણ વ્યવસાય તું એક ડેન્ટિસ્ટ છે પણ સાથે સાથે પોતાના ફ્રી ટાઇમ દરમિયાન મૂર્તિકળા કરે છે.

Dr. Vaishali Das


વાઈબઝ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, ” ભલે નાનપણથી જ એક ડેન્ટિસ્ટ બનવાનું મારું સપનું હતું પણ આર્ટ અને કાળા ને લઈને મનમાં કંઈક રુચિ હતી. અને ડેન્ટિસ્ટ થયા પછીના મારા શરૂઆતી દિવસોમાં મને એ ખ્યાલ આવ્યો કે ડેન્ટિસ્ટ હો એ પણ એક આર્ટિસ્ટ હોવાનો અનુભવ મને કરાવી રહ્યું છે કારણકે ડેન્ટિસ્ટ લોકો ના સ્મિત અને સ્માઈલ ને ને વધુ સારી બનાવી અમારી કળા ના નમૂના ને પ્રદર્શિત કરીએ છીએ. અને ત્યારે જ મને એવો વિચાર આવ્યો કેજો મને આવો અનુભવ થઈ રહ્યો છે તો ક્યાંક ને ક્યાંક મારા જેવા અનેક ડેન્ટિસ્ટ હશે જે ને આવી અનુભૂતિ થતી હશે અને મારે કંઈક એવું ચાલુ કરવું જોઈએ જ્યાં બધા ડેન્ટિસ્ટ મળીને પોતાની કળાનું પ્રદર્શન કરે અને આની સાથે જ થોડા લોકો સાથે મળીને વર્ષ 2019 માં તાજ મહેલ પેલેસ માં આર્ટ ગેલેરી આયોજન કર્યું જેમાં ઘણા બધા લોકો જોડાયા અને આ ગ્રુપ મોટું થતું ગયું અને આજે દેશ-વિદેશથી કુલ 60 લોકો જોડાયેલા છે. “
આર્ટોડોંટિકસ માત્ર પેઇન્ટિંગ અને મૂર્તિકળા સાથે સંબંધિત છે પણ ફોટોગ્રાફી અને ડિજિટલ આર્ટ સાથે જોડાયેલા ડેન્ટિસ્ટ માટે પણ આ મોટુ પ્લેટફોર્મ છે. 

Dr. Ali Tunkiwala

આર્ટોડોંટિકસમાં વ્યવસાય તો ખૂબ સિનિયર ડેન્ટિસ્ટ પણ પોતાના પેશન સ્વરૂપે 12 વર્ષ થી ફોટોગ્રાફી કરી રહેલા અલી ટાંકીવાલા એ મને જણાવ્યું કે એક ડેન્ટીસ્ટ તરીકે અમે ન માત્ર દાંતને સુંદર બનાવીએ છીએ પરંતુ તેની ફોટોગ્રાફી ઉપર પણ ધ્યાન દેતા હોઈએ છીએ. અને આ જ કૅમેરા ને અમે બહાર લઈ જતા શીખી ગયા અને પ્રવાસ દરમિયાન એનો ઉપયોગ કર્યો તો અંદર એક શાંતિનો અનુભવ થયો અને એ વાતનો ખ્યાલ જ ન આવ્યો ક્યારે કેમેરો એક સારો મિત્ર પણ બની ગયો.. પહેલા પ્રવાસ કરતા ત્યારે ફોટા લેતા હવે ફોટા લેવા માટે પ્રવાસ કરીએ છીએ. 

Dr. Lopa Shah


અમદાવાદના નિવાસી ડોક્ટર લોપા શાહ જે ૧૨ વર્ષથી વ્યવસાય તો ડેન્ટિસ્ટ છે પણ નાનપણથી જ પેઇન્ટિંગ ને લઈને તેમને રુચિ હતી અને બુદ્ધ સાધના નામ ના પેઇન્ટિંગ નિર્માણ કર્યું છે.  તેઓ કહે છે, “આર્ટોડોંટિકસ સાથે જોડાયા પછી આજ કારણ મારી કળાને લોકો સમક્ષ રજુ કરી શકી છું. મને જ્યારે પહેલી વખત આ ગ્રુપ સાથે જોડાવાની કોઈ સલાહ આપી ત્યારે મને થયું કે છેવટે મને હવે મારા નાનપણની રુચિને સાચી દિશા મળી શકે એવો મોકો મળ્યો છે. અને કળા સાથે જોડાવા માટે મારા પરિવારે મને ઘણી મદદ કરી છે. આર્ટોડોંટિકસ સૌથી સારી વાત એ છે કે જો અમારી પેન્ટિંગ વેચાય તોય પેઇન્ટિંગ માંથી મળેલી રકમ સમાજસેવા માટે વપરાય છે. 

Your email address will not be published. Required fields are marked *