અચ્છે દિનની રાહમાં સુરત હિરાના વેપારીઓ નવરા બેઠા બેઠા બોલાવી રહ્યા છે ધૂન

| Updated: April 15, 2022 3:41 pm

ડાયમંડ સિટી એટલે સુરત શહેરનો તૈયાર થયેલ હીરો વિશ્વમાં પ્રખ્યાત છે. ત્યારે હાલમાં હીરાની ચમક ધીમે ધીમે ઝાંખી પડી રહી છે, જેને પગલે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે નવરા બેઠા બેઠા વેપારીઓ ધૂન બોલાવીને અચ્છે દિનની રાહ જોઈ રહ્યા છે.

હિરા બજારમાં મદીનું મોજુ ફરી વળ્યુ છે ત્યારે હીરા બજારમાં છેલ્લા 20 દિવસથી કોઈ લે વેચ થઈ નથી જેને પગલે મુશ્કેલીમાં મુકાય છે કારણ કે જે રીતે એક મહિના પહેલા રફના ભાવમાં ઉછાળો આવ્યો હતો બાદમાં એ જ રફના ભાવ નીચે આવતા વેપારીઓ પણ મુશ્કેલમાં મુકાયા છે. એટલું નથી રફ હીરા તૈયાર થયા બાદ 30 વેચાણમાં માઈન્સ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં હીરા બજારમાં મંદીને પગલે છેલ્લા ઘણા સમયથી કોઈ લે વેચ થતી નથી જેને પગલે વેપારીઓ નવર બેઠા બેઠા ધૂન બોલાવીને અચ્છે દિન કબ આયેગીની રાહ જોઈને ભગવાનને પ્રાથના કરી રહ્યા છે.

ધૂન બોલાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, ત્યારે આ વિડીયો હીરા બજાર સાથે સંકળાયેલ લોકોના કહેવા પ્રમાણે વિડીયો સુરતની હીરા બજારનો છે. જોકે તાજેતરમાં અમેરીકાએ રશિયાની ડાયમંડ સપ્લાયર કંપની અલરોસા પર પ્રતિબંધ મૂકી દેતા સુરત, ગુજરાત સહિત સમગ્ર ભારતના હીરા ઉદ્યોગમાં આગામી દિવસોમાં કાચા હીરાની અછત સર્જાય રહી છે. પ્રતિબંધમાં આવેલી અલરોસા કંપની વિશ્વમાં 30 ટકા જેટલા જથ્થામાં કાચા હીરાનો સપ્લાય કરે છે, તેના સૌથી મોટા ગ્રાહકોમાં સુરત, મુંબઇના હીરા ઉદ્યોગપતિઓ પણ આવે છે. હવે મુંબઇ-ગુજરાતના હીરા ઉદ્યોગમાં આગામી દિવસોમાં કાચા હીરાની અછત વર્તાશે હીરા ઉદ્યોગે હાલમાં પેમેન્ટ ક્રાઇસીસનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

યુક્રેન પર રશિયાએ કરેલા હુમલા બાદ વિશ્વની મોટા ભાગની કંપનીઓએ રશિયાની કંપનીના બેંકિંગ વ્યવહારો સ્થગિત કરી દીધા છે. ભારતના હીરા ઉદ્યોગપતિઓ દુબઇ, બેલ્જિયમ તેમજ ભારતની જ કેટલીક પ્રાઇવેટ સેક્ટર બેંક થકી પેમેન્ટ કરીને કાચા હીરાનો સપ્લાય મેળવી શક્તા હતા. પરંતુ કેટલાક દિવસોથી દુબઇ, બેલ્જિયમ અને ભારતની બેંકોમાંથી થતાં પેમેન્ટ પણ બંધ થયા હોય હીરા ઉદ્યોગપતિઓ મોટી મુશ્કેલીમાં મૂકાયા છે.

સુરત ડાયમંડ એસોસિયશન સેકેટરી દામજી ભાઈ માવાણીએ વાઈબ્સ ઓફ ઈન્ડીયા સાથે વાત કરતા કહ્યું હતું કે હાલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં મંદીનું વાતાવરણ છે અને વૈશ્વિક આર્થિક મંદી છે ઘણા દેશનો મંદી છે યુદ્ધને કારણે અમેરિકામાં મંદીનો માહોલ જોવા મળ્યો છે. મોંઘવારી ઐતિહાસિક મોંઘવારી છે. ત્યારે હાલમાં સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં પણ આસર જોવા મળી રહી છે ત્યારે હાલમાં મંદીના માહોલને લઈને વેપારીઓ નવરા હોવાથી સમય પસાર કરવા માટે ધૂન બોલાવતા હોય છે એમાં કોઈ નવાઈ છે આ મંદી ટૂંકાગાળાની છે જેવું યુધ્ધ બંધ થાય એટલે તુરંત ફરીથી હીરા ઉદ્યોગ પાટા પર આવી જશે.

હીરાના વેપારી પરેશ ભાઈ સેજલિયાના કહેવા પ્રામણે હાલમાં છેલ્લા 20 દિવસથી સુરતની હીરા બજારમાં લે વેચ પર બ્રેક લાગી ગઈ છે હાલની સ્થિતિ અતિ ખરાબ છે ત્યારે આવું ને આવું થશે તો આગામી દિવસોમાં નાના પાયાના કારખાના પણ બંધ કરવાની નોબત પડશે તેવી વાત કરી હતી. વધુમાં જણાવ્યું હતું રફ હીરા મોંઘા હોવાને પગલે પોલીસડ ડાયમંડના ભાવમાં 30 ટકા માઇનસ જોવા મળી રહ્યો છે જેને પગલે કારીગરોને પગાર આપવામાં પણ મુશ્કેલી થઇ રહી છે.

( અહેવાલ: મયુર મિસ્ત્રી, સુરત )

Your email address will not be published.