પંચમહાલ જિલ્લામાં ડેમ હોવા છતાંય લોકોને પીવાના પાણી માટે વલખાં

| Updated: April 18, 2022 4:58 pm

કરાડ ડેમને (dam) 1956-57માં ધોધંબાના  પલ્લા વિસ્તારમાં બનવાવવામાં આવ્યો હતો.આ ડેમની (dam)મુખ્ય નહેરની લંબાઈ 93.71 કિલોમીટરની છે.આ ડેમ દ્વારા ધોધંબા તાલુકાના 15 ગામ તેમજ કાલોલ તાલુકાના 14 ગામને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે. જોકે આ યોજના માંથી માત્ર સિંચાઈનું પાણી જ પૂરું પાડવામાં આવે છે. પીવાના પાણીની તકલીફ હોવા છતાં આ ડેમમાંથી કોઈપણ પ્રકારની પીવાના પાણીની યોજના શરૂકરવામાં આવી નથી.ઘણાં ગામડામાં તો સિંચાઈ માટે પાણી પૂરું પાડવાની યોજના પણ નથી પહોંચતી .

કરાડ ડેમની (dam) નજીકમાં જ આવેલા પાલ્લા ગામના લોકોને ડેમમાંથી (dam) સિંચાઇ માટે તેમજ પીવા માટે પાણી નથી મળતું. તેમને સિંચાઈ માટે આખું વર્ષ ચોમાસાના પાણી પર જ નિર્ભર રહેવું પડે છે. પાણી માટે દૂર-દૂર સુધી તેમને ભટકવું પડે છે.

ડેમની (dam) આસપાસના લોકોને  પીવા માટે પુરતું પાણી મળી રહે તેવી માંગ ગામના લોકોએ  કરી છે.અહીં સ્થિતિ એ છે કે, ડેમમાં પાણી  હોવા છતાં ઘોઘંબાના અનેક ગામડાઓ પીવાના પાણી માટે તરસી રહ્યા છે.નવાઈની વાત એ છે કે, ડેમની નજીકમાં 10 કિલોમીટરમાં આવેલા ગામડાઓ પણ પાણી માટે તરસી રહ્યા છે.તેમને પણ પીવા માટે પાણી નથી મળતું અને પાણી માટે ભટકવું પડે છે.

આ પણ વાંચો: આજથી મોસમનો મિજાજ બદલાશે, ગરમી વચ્ચે આ જિલ્લાઓમાં માવઠાની આગાહી

હાલ ડેમમાં (dam) 45 દિવસ ચાલે તેટલું પાણી છે.અને રોજ 100 ક્યુસેક પાણી સિંચાઈ માટે આપવામાં આવી રહ્યું છે. તેવામાં ડેમમાં (dam) સિંચાઈ સિવાયનું પણ પાણી  વધશે.અને કેટલાક વર્ષોથી ડેમ દર વર્ષે ફૂલ ભરાઈ જાય છે, છતાં પીવાના પાણી માટેની યોજના બનવાવી નથી. આસપાસના ગામડાઓમાં જ્યાં પણ પીવાના પાણીને લઈને મુશ્કેલીઓ વર્તાઈ રહી છે, ત્યાં સરકાર આ યોજના થકી પીવાનું પાણી  મળી રહે તેવું કાંઈક આગામી આયોજન કરે.જેથી અહીં પાણીની સમસ્યા દૂર થાય, એવી માંગણી ગામના લોકોએ કરી છે.

Your email address will not be published.