કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની રેશ્મા પટેલ વચ્ચેનો કંકાસ વધારે ઉગ્ર બન્યો છે. રેશ્મા પટેલે પણ એક જાહેર નોટિસ બહાર પાડીને તેમની સામેના બધા આરોપો નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે ભરતસિંહને કોરોના થયો ત્યારે તેઓ 102 દિવસ સુધી અમદાવાદની હોસ્પિટલમાં દાખલ હતા ત્યાર પછી તેમણે જ રિકવરી દરમિયાન ભરતસિંહની બધી સારસંભાળ રાખી હતી.
મંગળવારે ભરતસિંહે નોટિસ આપીને પોતાના પત્ની સાથે નાણાકીય સંબંધ ન રાખવા સૌને ચેતવણી આપ્યા પછી બુધવારે રેશ્મા પટેલે વળતી નોટિસ છપાવી હતી. ભરતસિંહ 13 વર્ષના લગ્નજીવન બાદ છૂટાછેડા ઇચ્છે છે. તેઓ તેમના બીજા પત્નીથી 24 વર્ષ ઉંમરમાં મોટા છે.
આજની નોટિસમાં રેશ્માએ દાવો કર્યો હતો કે તેમને તેમના પતિ તરફથી માનસિક ત્રાસ આપવામાં આવે છે. તેમનું કહેવું છે કે તેમના પર ડાઈવોર્સ પેપર પર સહી કરવાનું દબાણ કરવામાં આવે છે. રેશ્માએ જણાવ્યું કે આટલા માનસિક ત્રાસ છતાં તેઓ પતિથી અલગ થવા નથી માંગતા અને તેમને ત્રાસ આપવાનું બંધ કરવામાં આવે તો તેઓ ભરતસિંહ સાથે લગ્નજીવન ટકાવી રાખવા માંગે છે.
વાઇબ્સ ઓફ ઇન્ડિયાએ રેશ્માના વકીલ નિખિલ જોશી સાથે વાત કરી હતી. જોશીએ જણાવ્યું કે ભરતસિંહે મારા અસીલ સામે કરેલા બધા આરોપો આધાર વગરના છે. રેશ્માએ ભરતસિંહ પાસેથી નાણાંની કોઈ ઉચાપત નથી કરી. તેમણે પતિની જાણકારી વગર કોઈ નાણાકીય વ્યવહાર પણ નથી કર્યો.
તેમણે કહ્યું કે મારા અસીલ તરફથી કોઈ ગેરવર્તણૂક થઈ નથી. તેમણે ભરતસિંહનો દાવો ફગાવી દીધો હતો કે પતિ-પત્ની ચાર વર્ષથી એકબીજાથી અલગ રહે છે. રેશ્માએ નોટિસમાં જણાવ્યું છે કે કોવિડના કારણે 102 દિવસ સુધી હોસ્પિટલમાં રહીને ભરતસિંહ પાછા આવ્યા ત્યારે તેમણે જ તેમની કાળજી રાખી હતી. તેમણે દાવો કર્યો કે તેઓ તેમના પતિથી માત્ર બે સપ્તાહથી જ અલગ રહે છે.
આ પણ વાંચોઃ https://www.vibesofindia.com/gujarat-congress-top-leaders-marriage-dispute-with-wife-goes-public/
વાઇબ્સ ઓફ ઇન્ડિયાએ ગઈ કાલે આપેલા અહેવાલ પ્રમાણે ભરત સોલંકી અને ગુજરાત કોંગ્રેસ બંનેને એવી ફરિયાદો મળી હતી કે રેશ્મા તેમના ભંડોળનો દુરુપયોગ કરે છે.
ભરતના વકીલ કિરણકુમાર તપોધને કહ્યું હતું કે તેમની પાસે આ જાહેર નોટિસ આપીને ક્લાયન્ટનો પક્ષ રજુ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો.
વાઈબ્સ ઓફ ઇન્ડિયાએ રેશ્મા પટેલનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.
રેશ્મા પટેલે એડવોકેટ નિખિલ જોષી મારફત આપેલી નોટિસ આ પ્રમાણે છેઃ
