ગુજરાતના પંચમહાલમાં થયેલી કોમી અથડામણમાં 7ની અટકાયત

| Updated: May 10, 2022 4:09 pm

સોમવારે મોડી  રાત્રે ગુજરાતના (Gujarat) પંચમહાલ જિલ્લાના કાલોલ નગરમાં બે અલગ-અલગ સમુદાયના સભ્યો વચ્ચે અથડામણ થઈ હતી. જિલ્લા પોલીસ અધિકક્ષક હિમાંશુ સોલંકી અને અન્ય અધિકારીઓ તરતજ ઘટના સ્થળે દોડી ગયા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને આ મામલામાં 7 વ્યક્તિઓની અટકાયત કરી હતી.

સોલંકીએ જણાવ્યું હતું કે, લગ્નની સરઘસમાં ડાન્સ કરી રહેલા બે વ્યક્તિઓ વચ્ચે નજીવી બાબતે ઝઘડો થયો હતો અને ઝઘડો વધતાં બે જૂથો વચ્ચે અથડમણની  શરૂઆત થઈ હતી.

આ પણ વાંચો: અમદાવાદ: તાપમાનનો ત્રાહિમામ યથાવત; સતત બીજા દિવસે તાપમાન 44 ડિગ્રી પહોંચવાની શક્યતા

અધિકારીએ જણાવ્યું હતું, આ વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ બંને રહે છે અને આ બંને  સમુદાયના કેટલાક સભ્યોએ  લગ્નની સરઘસમાં ભાગ લીધો હતો. કોઈ મુદ્દા પર બે વ્યક્તિઓ વચ્ચે મૌખિક તકરાર પછી, બે સમુદાયના સભ્યો વચ્ચે વિવાદ સર્જાયો હતો.

કાલોલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ કે માલવિયાએ જણાવ્યું હતું કે, સ્થળ પરથી સાત લોકોની અટકાયત કરવામાં આવી હતી.તેમણે કહ્યું કે,“બંને સમુદાયના સભ્યો પથ્થરબાજીમાં સામેલ હતા. જોકે, આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી. અમે ઘટના સ્થળે દોડી જઈ ટોળાને વિખેર્યા હતા. બંને પક્ષોએ એકબીજા સામે ફરિયાદો નોંધાવી હતી.”

Your email address will not be published.