15 ઓગસ્ટ પહેલા મોટી કાર્યવાહી: સુરતમાં NIA અને ATSના ધામા, શંકાસ્પદ આરોપીની કરાઈ અટકાયત

| Updated: July 31, 2022 3:36 pm

સુરત શહેરમાં એટીએસ અને એન એનઆઈની ટીમે ધામા નાખ્યા છે. જેમાં ટીમે ભાગાતળાવ પાસેથી 20થી 25 વર્ષના શકમંદ આરોપી જલીલ મુલ્લાહની અટકાયત કરી છે. હાલ તો એસ.ઓજી ખાતે પૂછપરછ કરાઈ રહી છે.

શહેરના ભાગાતળાવમાં રવિવારે વહેલી સવારથી એટીએસ અને એનઆઇએની ટીમે ધામા નાંખ્યા છે. આજે વહેલી સવારે પાંચ વાગે ભાગાતળાવ પાસેથી 20થી 25 વર્ષના શકમંદ આરોપી જલીલ મુલ્લાહની અટકાયત કરવામાં આવી છે. તેને પૂછપરછમાં ગોપીપુરા વિસ્તારમાં આવેલી એસઓજીની કાર્યાલયમાં તેને લઇ જવાયો છે. આ ઓપરેશનમાં સુરત પોલીસ પણ તપાસમાં જોડાઇ છે. જોકે, આ અંગે હજી સુરત પોલીસે કોઇ સત્તાવાર ખુલાસો કરાયો નથી. આ અંગે અન્ય શકમંદોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે, 2021નું આઈએસઆઈએસનું એક મોડ્યુલ હતુ જેને ભટકલ સાથે જોડાયેલુ હતુ. ત્યારે આ સાથે સંકળાયેલા વ્યક્તિઓ સાથેની પૂછપરછ થઇ રહી હતી ત્યારે સુરતના લાલગેટ વિસ્તારમાં રહેતા આ વ્યક્તિનું નામ સામે આવ્યું હતુ. જેથી એનઆઈએની ટીમે આ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી હતી. ગયા સપ્તાહે પણ કર્ણાટક અને તમિલનાડુ પોલીસે આઈસીસ સાથે સંકળાયેલા ચાર વ્યક્તિઓને પકડ્યા હતા. સંભવ છે કે આ લોકની પૂછપરછના રેલા સુરત સુધી પહોંચ્યા છે.

હાલમાં NIA અને ATSની ટીમે સુરતના સૈયદપુરા વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. જેમાં ઝલિલ નામના યુવકની પૂછપરછ માટે અટકાયત કર્યાની ચર્ચા ચાલી રહી છે. આ યુવક શહેરના સૈયદપુરા વિસ્તારના મહંમદ પેલેસના બીજા માળે રહેતો હતો. કર્ણાટક અને તામિલનાડુના આરોપીની પૂછપરછમાં સુરતનું કનેક્શન સામે આવ્યું છે. અટકાયત કરેલા વ્યક્તિનું અલ બદર આતંકી જૂથ સાથે કનેક્શન હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. ઝલિલના ઘરેથી દસ્તાવેજ અને 3 બેગ જપ્ત કરવામાં આવી છે. હાલમાં આ દસ્તાવેજ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. અત્યારે ઝલિલને સુરત SOG ઓફિસમાં રાખવામાં આવ્યો છે.

( અહેવાલ: મયુર મિસ્ત્રી, સુરત )

Your email address will not be published.