સુરતમાં સરદાર સન્માન સંકલ્પ યાત્રા શરુ થાય તે પહેલા અલ્પેશ કથીરિયા સહિત કાર્યકર્તાઓની અટકાયત

| Updated: June 12, 2022 3:17 pm

સુરતમાં સરદાર સન્માન સંકલ્પ યાત્રા શરુ થાય તે પહેલા પાસના નેતા અલ્પેશ કથીરિયા સહિત 70 લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તમામ લોકોને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા.

સુરતના બારડોલી ખાતેથી આજે સરદાર સન્માન સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા અમદાવાદમાં આવેલ સરદાર પટેલ સ્ટેડિયમનું નામ પીએમ મોદીના નામ પર રાખવામાં આવ્યું છે તે માટે યાત્રા નીકાળવામાં આવી હતી. પરતું પોલીસ દ્વારા આ યાત્રા શરુ થાય તે પહેલા જ બારડોલી ખાતે ગાંધી આશ્રમથી પાસ કન્વીનર અલ્પેશ કથેરિયા સહિત 70 કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. રૂરલ પોલીસ સ્ટેશને અલ્પેશ કથિરિયા સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને લઈ જવાયા હતા.

અમદાવાદમાં આલેસ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમનું નામ પીએમ મોદીના નામ પર રાખવામાં આવતા પાટીદારો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. પાટીદાર સમાજ દ્વારા સ્ટેડિયમને પાછું સરદાર સાહેબનું નામ આપવામાં આવે તે માટે સરદાર સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સરકારને કે તંત્રને વડાપ્રધાન પ્રત્યે એટલો જ આદર અને પ્રેમ હોય તો ગુજરાતના અન્ય જિલ્લામાં આનાથી પણ વિશાળ સ્ટેડિયમનું નિર્માણ કરી તેનું નામ વડાપ્રધાનના નામથી નામકરણ કરે તેનો કોઈને વિરોધ ન હોય શકે. પરંતુ જે રાષ્ટ્રપુરુષનું આ દેશની એકતા અને અખંડિતતા માટે અમૂલ્ય યોગદાન આપ્યુ છે. તેના નામથી ચાલી આવતા સ્ટેડિયમનું નવીનીકરણ કરતાં અચાનક નામકરણ કરી હયાત વડાપ્રધાનનું નામ તેની સાથે જોડી સરદાર સાહેબનું અપમાન કરવાનો કોઈને અધિકાર નથી.

Your email address will not be published.