દેવ આનંદ: અનંત સપનાઓની યાત્રા અને કોઈ અફસોસ નહી…

| Updated: September 25, 2021 10:55 pm

શું તમે માનશો કે દેવ આનંદની રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘ગાઈડ’ જે ટાઈમ મેગેઝિનના 2012 ની ‘બેસ્ટ બોલિવૂડ ક્લાસિક્સ’ની યાદીમાં ચોથા ક્રમે હતી, તેને મુંબઈના મરાઠા મંદિરમાં ફિક્કો પ્રતિસાદ મળ્યો હતો? ગુજરાતમાં પણ આ ફિલ્મની શરૂઆત સારી થઈ ન હતી. પરંતુ દુષ્કાળે તેને ગુમનામ થતાં બચાવી લીધી.
આ ફિલ્મમાં રાજુ એક નાના શહેરનો ગાઈડ છે, જે એક પરિવાર અને મિત્રો દ્વારા તીરસ્કૃત મહિલાની મદદ માટે આગળ આવે છે. ફિલ્મમાં રાજુ એક મંદિરના પટાંગણમાં સૂતો હોય છે અને અચાનક વરસાદના છાંટા પડે છે. આ ફિલ્મ એવા સમયે આવી હતી જ્યારે ગુજરાત ગંભીર દુષ્કાળની ઝપેટમાં આવ્યું હતું. ફિલ્મમાં રાજુના ગામમાં જેવો વરસાદ પડ્યો હતો એવી “વરસાદ માટે પ્રાર્થના” ટેગલાઇન સાથે સમગ્ર રાજ્યમાં દેવ આનંદનું પોસ્ટર લગાવાયા હતા. અને પછી અચાનક જ એક ચમત્કાર થયો.
ફિલ્મ રિલીઝ થયાના 42 વર્ષ બાદ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં લઈ જવાની તૈયારી કરી રહેલા દેવ આનંદે જણાવ્યુ હતું કે, “આ ફિલ્મ સિલ્વર જ્યુબિલીની મનાવવા અમદાવાદ થિયેટરમાં ગઈ હતી.”
ત્યાર બાદના વર્ષે, જ્યારે મેં દેવ આનંદને 85 મો જન્મદિવસ કેવી રીતે ઉજવવાનાં છે તે જાણવા માટે ફોન કર્યો, ત્યારે તેઓ તેમના સંસ્મરણો વાગોળતા ખુબ જ ઉત્સાહિત હતા. તેમના પુસ્તક રોમન્સિંગ વિથ લાઇફના આંતરરાષ્ટ્રીય વિમોચન પ્રત્યે તેઓ ખૂબ જ ઉત્સાહિત હતા. 26મી સપ્ટેમ્બર 2007ના રોજ તેમના જન્મદિવસે એ પુસ્તકનું તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું અને એક વર્ષ સુધી તે બેસ્ટ સેલરની શ્રેણીમાં રહ્યું હતું.

દેવ આનંદ તેમની આગામી ફિલ્મ ચાર્જશીટ માટે પણ એટલા જ ઉત્સાહિત હતા, જેમાં તેમણે એક નિવૃત્ત સીબીઆઈ ઓફિસરની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં એક અભિનેત્રીના અકુદરતી મૃત્યુની તપાસ માટે તેમને બોલાવવામાં આવે છે. તેણે પહેલેથી જ ત્રણ રીલ્સ પૂર્ણ કરી લીધી હતી, અને ઓક્ટોબરમાં આગામી શેડ્યૂલ માટે મહાબળેશ્વર અને પંચગનીમાં જવાની તૈયારી કરી રહ્યા હતા.
ત્યારે તેમણે કહ્યુ હતું કે “અમે ઇચ્છીએ છીએ કે ફિલ્મ જાન્યુઆરી સુધીમાં થઈ જાય. પોસ્ટ-પ્રોડક્શનમાં ત્રણ-ચાર મહિના અને ત્યારબાદ તે કાન્સ માટે પણ તૈયાર હોવી જોઈએ, ” તેઓ હવે કાન્સમાં જવાની આશા રાખતા હતા.
રસપ્રદ વાત એ છે કે, તે જ વર્ષે સદાબહાર દેવ આનંદ ફિલ્મ ‘હમ દોનો’ના રંગીન સંસ્કરણ સાથે થિયેટરોમાં પરત ફર્યા હતા. આ ફિલ્મમાં દેવ આનંદની ડબલ રોલ હતા, 60ના દાયકામાં તેને શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં ફિલ્મફેર એવોર્ડમાં નોમિનેશન મળ્યું હતું, જ્યારે તેના નિર્દેશક અમરજીતને 1962ના બર્લિન આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલમાં નોમિનેટ કરવામાં આવ્યા હતા.
હમ દોનો ફિલ્મની સુવર્ણ જયંતિના સમયે તેમણે સ્વીકાર્યુ કે એ તેમની બેસ્ટ ફિલ્મોમાની તે એક હતી. લુંટમારના 28 વર્ષ બાદ, તેઓ દમ મારો દમ ગીત માટે ગાયક આશા ભોંસલે સાથે કામ કરવાથી ખુશ હતા. આશાજીએ ચાર્જશીટ માટે બે ગીતો “સપનો કી હું મૈ રાની” અને “હર દિલ અકેલા” ગાયા હતા.જો દેવ આનંદનું મૃત્યુ ન થયું હોત તો “દમ મારો દમ” પણ ફરીથી ગવાયુ હોત.
એક દાયકા બાદ પણ એ સ્વીકારવું મુશ્કેલ છે કે તેઓ આપણી વચ્ચે નથી. જો તેઓ હયાત હોત તો, આજે 98 વર્ષના હોત.

મને યાદ છે કે મેં તેમને એક વાર પૂછ્યું હતું કે શું તેમને ક્યારેય જે કાંઈ કર્યુ તે અંગે કોઈ પસ્તાવો થયો છે? ત્યારે તેમનું માથું સહેજ ઉંચું થયું, આંખો ઝબકતી હતી, અને સ્મિત તેના હોઠ પર રમી રહ્યું હતું, અને તેમણે કહ્યું, “ના, ક્યારેય નહીં, અને તેથી જ હું આજે પણ ઉર્જા અને ઉત્સાહથી ભરેલો છું.”
મારા ગાઈડની જેમ દેવ આનંદ આજે પણ જીવંત છે, એક ચમકથી ભરેલા જે ક્યારેય ઝાંખી નહીં પડે.

Your email address will not be published. Required fields are marked *