અંબાજી મંદિરમાં મુંબઈના માંઈ ભક્તે 350 ગ્રામ સોનાનું કર્યું દાન

| Updated: November 25, 2021 5:18 pm

શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી. હાલમાં દેવ દિવાળીનો પર્વ સંપન્ન રીતે પૂર્ણ થતાં મોટી સંખ્યામાં ભક્તો માં અંબાના દર્શન કરવા આવી રહ્યા છે. આજે અંબાજી મંદિર ખાતે મુંબઈના માઈભક્તોએ 350 ગ્રામ સોનાનું દાન કર્યું હતું.

મુંબઈના માઇ ભક્ત દ્વારા અંબાજી મંદિરમાં 350 ગ્રામ સોનું દાન આપ્યું હતું. દાતાએ પોતાની ઓળખ ગુપ્ત રાખી હતી. અંબાજી મંદિર ખાતે વિવિધ ભક્ત સોનાનું દાન કરી રહ્યા છે. આજે પણ 16.50 લાખના બિસ્કિટ દાન કર્યા હતા. જેમા 100 ગ્રામના 3 અને 50 ગ્રામના 1 બિસ્કિટનો સમાવેશ થાય છે.

(અહેવાલ :વિનોદ હીરાગર)

Your email address will not be published. Required fields are marked *