ભાદરવી પૂનમના મેળામાં આ વખતે ભક્તોને મળશે ખાસ સુવિધા

| Updated: July 31, 2022 5:35 pm

છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે લોકો કોઇ મેળા કે તહેવાર ઉજવી શક્યા ન હતા.જેના કારણે આ વખતે કોરોનાના કેસો ઓછા હોવાના કારણે લોકો હવે એવી આશા રાખી રહ્યા છે કે આ વખતે તેઓ મેળાની સાથે તહેવાર પણ ઉત્સાહથી ઉજવી શકે.પરંતુ તંત્ર પણ તેની સાથે સજ્જ બન્યું છે તેનું કારણ એ છે કે છેલ્લા બે વર્ષથી કોઇ મેળા થયા ન હતા પરંતુ આ વખતે થવાના કારણે મોટી સંખ્યામાં લોકો આવશે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે.તેને લઇને તંત્ર પણ પુર જોશમાં તૈયારી કરી રહ્યું છે.

તારીખ 5 થી 10 સપ્ટેમ્બર દરમ્યાન અંબાજી ભાદરવી પૂનમના મેળા કરાયું છે.આજના દિવસે સચિવ અશ્વિનીકુમારના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેને લઇને અગાઉ પ્લાનિંગ કરવામાં આવ્યું છે.

જેમાં આ વખતે લોકોની ભક્તિને ધ્યાનમાં રાખીને દર્શનનો સમય વધારી દેવામાં આવ્યો છે.
વ્યવસ્થા જાળવવા 28 જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે.આ વખતે 51 શક્તિપીઠ પરિક્રમા તથા લાઇટ એન્ડ સાઉન્ડ શો આકર્ષણો નવા જોવા મળશે.

અંબાજીમાં ખાસ બંદોબસ્ત ગોઠવાશે જેને લઇને 28 જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે.આ સાથે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડ્રોન કેમેરા, બોડી વોર્ન અને CCTV કેમેરાથી ધ્યાન રાખવામાં આવશે.

Your email address will not be published.