બોટાદ જિલ્લા કેમિકલ કાંડની તપાસ DGP એ SP કક્ષાના 2 અધિકારીઓને સોંપી

| Updated: July 30, 2022 9:05 pm

લઠ્ઠાકાંડની તપાસ માટે બે જાંબાજ અધિકારીઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જેમાં બરવાળા, ધંધુકા અને રાણપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુના નોંધાયા છે. DGPના આદેશ પ્રમાણે બરવાળા અને રાણપુર કેસનું સુપરવિઝન સ્ટેટ મોનીટરીંગ સેલના SP નિલિપ્ત રાય કરશે. જ્યારે અમદાવાદ ગ્રામ્યના ધંધુકામાં નોંધાયેલ ગુનાનું સુપરવિઝન SCRBના પોલીસ અધિક્ષક જ્યોતિ પટેલ કરશે.

ઉલ્લેખનીય છે કે, બોટાદ લઠ્ઠાકાંડમાં ભારે માછલા ધોવાયા પછી સરકારના ગૃહવિભાગે છેવટે ધમધમાટ બોલાવતા બોટાદના ડીવાયએસપી એસ કે ત્રિવેદીને સહિત આઠ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા. તેમા બરવાળાના પીએસઆઇ બી.જી. વાળા, રાણપુરના પીએસઆઇ શૈલેન્દ્રસિંહ દલુભા રાણા, ધંધુકાના પોલીસ ઇન્સ્પેક્ટર કે.પી. જાડેજા, ધોળકાના ડીવાયએસપી એન.વી. પટેલ, ધંધુકાના સીપીઆઇ સુરેશ બી ચૌધરીનો સમાવેશ થાય છે.

રાજ્ય સરકારે જિલ્લા એસપીઓ સામે કડક કાર્યવાહી કરવાના બદલે અમદાવાદ અને બોટાદના એસપીની બદલી કરી મામલો થાળે પાડવા પ્રયાસ હાથ ધર્યો હતા. બોટાદ લઠ્ઠાકાંડમાં અમદાવાદ જિલ્લા એસપી વિરેન્દ્ર યાદવ, બોટાદ એસપી કરણરાજ વાઘેલા બંનેની બેદરકારી સ્પષ્ટ થતાં રાજ્ય સરકારે કડક કાર્યવાહી કરી પોલીસ વિભાગમાં એક મેસેજ આપ્યો હતા. બંને જિલ્લા એસપીઓને કથિત લઠ્ઠાકાંડમાં બદલી કરી સજાના ભાગરૂપે સાઇડ પોસ્ટિંગમાં મૂકાય તેવી શક્યતા છે.

સમગ્ર ગુજરાતને હચમચાવી નાખીને 58ના મોત માટે જવાબદાર બોટાદ લઠ્ઠાકાંડમાં શુક્રવારે બોટાદ પોલીસના વધુ 12 કર્મચારીઓની દૂરના વિસ્તારોમાં બદલી કરવામાં આવી હતી. ગુજરાત સરકારના ગૃહ વિભાગે બોટાદના પોલીસ વડા (એસપી) કરણરાજ વાઘેલા અને અમદાવાદ ગ્રામ્ય એસપી વીરેન્દ્રસિંહ યાદવની બદલી કર્યાના એક દિવસ પછી આ કાર્યવાહી કરવામાં આવી છે.

Your email address will not be published.