ધંધુકામાં Dhandhuka Murder કિશન બોળીયાનામના યુવાનની હત્યા મુદ્દે પોલીસ તપાસમાં આગળ વધી રહી છે તેમ એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ થઇ રહ્યા છે. જમાલપુરના મૌલવીએ બે યુવાનોના બ્રેઇનવોસ કરીને તેમને રિવોલ્વર આપીને હત્યા કરાવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જયારે આ સમગ્ર મામલે દિલ્હીનો એક મૌલવી પણ સંડોવાયેલો હોવાથી ગુજરાત એટીએસ પણ તપાસમાં જોડાય હોવાનું સુત્રો કહી રહ્યા છે.
વિગતો એવી છે કે સબ્બીર ઉર્ફે સાબા દાદાભાઇ ચોપડા રહે.મદીના મસ્જિદ,ધુંધુકા અને ઇમ્તીયાજ ઉર્ફે ઇમ્તુ મહેબુબભાઇ પઠાણ રહે. ધંધુકા Dhandhuka Murder નામના બે યુવાનને અમદાવાદ ગ્રામ્ય પોલીસે પકડી પાડયા છે. શબ્બીર હત્યાનો મુખ્ય કાવત્રાખોર હોવાનું સામે આવ્યું છે. સબ્બીર લાંબા સમયથી દિલ્હી ખાતે રહેતા અને એક ખાસ સંગઠન સાથે જોડાયેલા મૌલાનાના સંપર્કમાં આવ્યો હતો અને 9 મહિના પહેલા તે મુંબઇના ખાતે મૌલવીને મળવા ગયો હતો. જેના કારણે તે કટ્ટરવિચારધારા પણ ધરાવતો હોવાનું સામે આવ્યું છે. જયાં ધર્મ વિશે કોઇ ગુસ્તાખી કરે તો તેનો વિરોધ કરવા અંગે ચર્ચા થઇ હતી, Dhandhuka Murder બાદમાં દિલ્હીના મૌલાનાએ જમાલપુર ખાતે રહેતા મૌલાના મહંમદ ઐયુબ યુસુફભાઇ જાવરાવાલાનો સંપર્ક કરવા કહ્યું હતું.
બાદમાં કિશન ભરવાડે કરેલી વિવાદીત પોસ્ટને લઇ શબ્બીરે મૌલાના મહંમદ સાથે ચર્ચા કરી હતી. જેથી મૌલવીએ આ યુવાનને મારવા માટે ફરી તેનું બ્રેઇનવોસ કર્યું હતું. Dhandhuka Murder બાદમાં સબ્બીરે મૃતક યુવાનની વિવિધ પોસ્ટથી રોષે ભરાઇને મૌલવી પાસે હથિયારની માંગણી કરી હતી. જેના પગલે મૌલવીએ હથિયારો આપ્યા હતા.
આ પણ વાંચો – પાટણ યુવતી પર હુમલા મામલે આવતીકાલે રાધનપુર સજ્જડ બંધ
ત્યાર બાદ મૃતક યુવાનનો પીછો કરવાનું સબ્બીર તથા તેના સાગરિત ઇમ્તીયાઝે શરૂ કર્યું હતું. જેમાં યુવાનનો રોજની દીન ચર્યા જાણીને તેની હત્યા કરવનું ષડયંત્ર ઘડી કાઢ્યું હતું. હાલ પોલીસ આ અંગે વધારે તપાસ કરી રહી છે. પોલીસે સબ્બીર ઉર્ફે સાબા દાદાભાઇ ચોપડા રહે.મદીના મસ્જિદ, Dhandhuka Murder ધુંધુકા અને ઇમ્તીયાજ ઉર્ફે ઇમ્તુ મહેબુબભાઇ પઠાણ રહે. ધંધુકા નામના બે યુવાનને પકડી પાડયા છે ઉપરાંત મૌલાના મહંમદ ઐયુબ યુસુફભાઇ જાવરાવાલાની પણ ધરપકડ કરાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.