6 મેચ હારી જતા સર જાડેજાએ કર્યું સરેન્ડર, હવે ચેન્નાઈની કમાન ધોનીના હાથમાં

| Updated: April 30, 2022 8:12 pm

આઈપીએલમાં ધોનીની કેપ્ટનશીપમાં ચાર વાર ચેમ્પીયન બનેલ ચેન્નાઈ આ વખતે સતત છ મેચ હારી ચૂકી છે. ત્યારે સર જાડેજાની કેપ્ટનશીપમાં ટીમની એક બાદ એક હાર થઈ છે. ત્યારે હવે આગામી મેચમાં ચેન્નાઈની કમાન ધોનીને (dhoni will captain chennai) સોંપવામાં આવી છે. સિઝનની 8 મેચમાંથી 6 મેચમાં હાર્યા બાદ ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં 9મા નંબર પર આવી ગઈ છે.

રવીન્દ્ર જાડેજા કેપ્ટન બન્યા પછી ખરાબ ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે સિઝનની 8 મેચમાં 112 રન જ કર્યા હતા અને બોલિંગમાં પણ પહેલા જેવી ધાર જોવા મળી નહોતી. સર જાડેજાએ 8 મેચમાં 213 રન આપી માત્ર 5 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેનુ શ્રેષ્ઠ પ્રદર્શન 39/3 રહ્યું હતું.

આ પણ વાંચો:IPL 2022: રાજસ્થાન રોયલ્સે બેંગ્લોરને 29 રનથી હરાવ્યું, પહોંચ્યું પોઇન્ટ્સ ટેબલમાં પ્રથમ ક્રમાંકે

IPL 2022ને શરૂ થવામાં માત્ર 2 દિવસ બાકી હતા ત્યારે મહેન્દ્ર સિંહ ધોનીએ (dhoni will captain chennai) ફરી એકવાર પોતાના નિર્ણયથી ફેન્સને ચોંકાવી દીધા હતા. આ દરમિયાન કેપ્ટન કૂલે ચેન્નઈ સુપર કિંગ્સની કમાન છોડી દીધી અને રવીન્દ્ર જાડેજાને ટીમના નેતૃત્વ કરવાની જવાબદારી સોંપી હતી. ઉલ્લેખનીય છે કે ધોનીએ આ નિર્ણય ભવિષ્યને ધ્યાનમાં રાખીને લીધો હોવાનું જણાવ્યું હતું.

Your email address will not be published.