લો બોલો, હવે શાળાની જેમ હીરા ઉદ્યોગમાં પણ પડ્યું ઉનાળુ વેકેશન

| Updated: May 12, 2022 2:08 pm

સુરતમાં હીરાના નાના તથા માધ્યમ કારખાનાઓમાં ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ વેકેશન 22 મી મે સુધી જાહેર કરવામાં આવ્યું છે. આ વેકેશન શોખથી નહીં રફની અછત અને ભાવ વધારાથી જાહેર કરવું પડ્યું છે.

વેકેશન રશિયા-યુક્રેન યુધ્ધની મોટી વિપરીત અસર હીરા ઉદ્યોગ પર શરૂ થઈ છે. યુદ્ધથી ડોલરના ભાવો અને રફ હીરાની અછત શરૂ થઈ છે. જેને પગલે હીરાના નાના તથા મધ્યમ કારખાનેદારોએ ઉનાળુ વેકેશન જાહેર કરવું પડ્યું છે. છેલ્લા ઘણા સમયથી યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે તેની અસર સુરતના ડાયમંડ ઇન્દ્રસ્ટ્રીઝમાં જોવા મળી રહી છે. એક તરફ યુદ્ધને કારણે રફ હીરાની અછત વર્તાઈ રહી છે, ત્યારે બીજી તરફ યુદ્ધને પગલે ડોલરના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. સુરતમાં ચાલતા નાના પાયા ના કારખાના એ ઉનાળુ વેકેશન જાહેર કરવાની નોબત પડી છે.

મહત્વનું છે કે સુરતના હીરાની ચમક જે રીતે આજથી છ મહિના પહેલા ચમકાતી હતી તે હીરાની ચમક હાલમાં ઝાંખી પડી રહી છે. હીરાની અછત અને હીરામાં મંદીનું મોજું ફરી વળતા નાના પાયાના કારખાનેદારોના માથે બોઝ પડી રહ્યો છે. નુકશાન પણ વેઠી રહ્યાં છે ત્યારે મંદીને પગલે નાના અને મધ્યમ કારખાના દ્વારા વેકેશન જાહેર કરવામાં આવતા રત્નકલાકારોની મુશ્કેલીમાં વધારો થયો છે. કારણ કે કોરોના કાળ દરમિયાન સૌથી વધુ મુશ્કેલી રત્નકલાકારોને પડી છે.

નાનુંભાઈ વેકરિયા ડાયમંડ એસોશિયેશન પ્રમુખે વાઈબ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, ઉનાળું વેકેશન દર વર્ષે અમુક ફેકટરી દ્વારા પાડવા આવે છે પણ આ વર્ષે હીરામાં મંદીને કારણે કેટલાક કારખાના દ્વારા વેકેશન પાડવાનું નક્કી કર્યું છે. વધુમાં કહ્યું હતું કે બે મહિનાથી રશિયા સાઈડથી આવતી નથી તેના કારણે રફ અછત સર્જાઈ રહી છે. તેનું મુખ્ય કારણ યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને પગલે અછત સર્જાઈ રહી છે અને નાના અને મધ્યમ કારખાના દ્વારા વેકેશન પાડવાનો નિર્ણય જાતે લઇ રહ્યા છે.

( અહેવાલ: મયુર મિસ્ત્રી, સુરત )

Your email address will not be published.