સુરતના ડાયમંડ ઉદ્યોગકારોને મોટો ફટકો હોવાની માહિતી મળી રહી છે.રેપાપોર્ટે ફિનિશ્ડ ડાયમંડના ભાવમાં કર્યો ઘટાડો જેના કારણે ઉદ્યોગકારોને મોટો ફટકો પડ્યો છે.
તહેવારો નજીક હોવા છતા વેપારીઓને નુકશાનીનો સામનો કરવો પડશે.એક બાજુ ભર ભરી સિઝન છે અને બીજી બાજુ તેમ છતા ડાયમંડ ઉદ્યોગકારોને મોટો ફટકો પડવાની પુરી શક્યતાઓ સેવાઇ રહી છે.જેનું કારણ છે રેપાપોર્ટ દ્વારા તૈયાર હીરાના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.વધારે નુકશાની તે વેપારીઓને કરવી પડશે કે જેના પાસે સ્ટોક હશે જેને લઇને તેમને નુકશાનીનો સામનો કરવો પડશે

3થી7 ટકા સુધીનો તૈયાર હીરાના ભાવમાં ધટાડો થયો છે અને આ પહેલા 2008માં તૈયાર હીરાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો જે બાદ આ વખતે ઘટાડો થશે જેના કારણે વેપારીઓને હેરાન અને નુકશાની થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે.બીજી બાજુ આંતરાષ્ટ્રીય માર્કેટમાં રફના ભાવમાં વધારો નોંધાયો છે.
એક બાજુ મોંઘવારીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે બીજી બાજુ ભરી સિઝનમાં હિરાના વેપારીઓને ખાલી હાથ રહેવાનો વારો આવશે એટલે કે જયારે માર્કેટમાં સિઝન હોવી જોઇએ એ સમયે હિરાના વેપારીઓને નુકશાન થઇ રહ્યું છે.