દિલીપ કુમાર હતા નવાઝ શરીફ માટે “હીરો”, શિવસેના સાથે વારંવાર થયા હતા વિવાદ

| Updated: July 7, 2021 4:37 pm

ભારત અને પાકિસ્તાન ઉપરાંત અનેક દેશોની ત્રણ-ત્રણ પેઢીઓ દિલીપ કુમારની એક્ટિંગ જોઈને મોટી થઈ છે.
દિલીપ કુમાર અસલમાં મહંમદ યુસુફ ખાન તરીકે જન્મ્યા હતા. પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ માટે તેઓ હીરો હતા. તેથી જ 1999માં જ્યારે નવાઝ શરીફ પર એક ફોન કોલ આવ્યો ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા.
એ ફોન કોલ હતો મહાનાયક દિલીપકુમારનો.

શું દિલીપકુમારે કારગિલ યુદ્ધ સમાપ્ત કરવામાં ભૂમિકા ભજવી હતી?
પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી ખુર્શીદ મોહમ્મદ કસૂરીએ 2015માં ઘટસ્ફોટ કર્યો હતો કે અભિનેતા દિલીપકુમારે હકીકતમાં તત્કાલિન પાકિસ્તાની પ્રધાનમંત્રી નવાજ શરીફ સાથે વાત કરી હતી અને કારગિલ યુદ્ધને તાત્કાલિક ધોરણે સમાપ્ત કરવાની સલાહ આપી હતી.
આપણે એ વાત ન ભૂલવી જોઈએ કે ૧૧ ડિસેમ્બર 1922ના રોજ અવિભાજિત ભારતના પેશાવરમાં કિસ્સા ખાવની બજારમાં પોતાના વડવાઓના ઘરે દિલીપકુમારનો જન્મ થયો હતો.
ભારતીય ટીવી ચેનલ સાથે વાત કરતા કસૂરીએ જણાવ્યું હતું કે, “પ્રધાનમંત્રી એ વાત માનવા માટે તૈયાર નહોતા કે ફોન પર સામેના છેડે તેમના હીરો હતા.”
દિલીપકુમારનું જીવન અને તેમની કારકિર્દી ઘણી વખત વિવાદમાં પણ સપડાઈ હતી. ખાસ કરીને શિવસેના સાથે તેમના વિવાદ ચાલતા હતા. શિવસેનાએ દિલીપ કુમારની આકરી ટીકા કરી હતી.
મુંબઈ ભાજપના એક નેતા કહે છે કે બાળ ઠાકરે સાથે દિલીપ સા’બનો પ્રેમ – ધિક્કાર નો સિલસિલો અવારનવાર હેડલાઇન્સ રહી ચૂક્યો છે.
દીપા મહેતાની ફિલ્મ “ફાયર”ને જ્યારે દિલીપ કુમારે સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ત્યારે 1998માં શિવસેનાએ તેમની સામે મોરચો ખોલ્યો હતો.
સમલૈંગિક અને હિન્દુ મહિલાઓના જીવન પર આધારિત આ ફિલ્મ હિન્દુ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે, એવો આરોપ મુકીને શિવસેના સહિત ઘણી સંસ્થાઓએ તેનો વિરોધ કર્યો હતો.
એવા અનેક દિવસો રહ્યા છે જ્યારે શિવસેનાના ધારાસભ્યો અને અમુક પાર્ટીના સાંસદો, ખાસ કરીને ડાબેરી અને કોંગ્રેસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોય અને આને પગલે સંસદ સત્ર સ્થગિત કરવામાં આવ્યું હોય.
આવો જ એક કિસ્સો રાજ્યસભામાં બન્યો હતો. 14 ડિસેમ્બર 1998ના દિવસે જ્યારે સંજય નિરૂપમ (જે ત્યારે શિવસેનાના સાંસદ હતા) નો વિરોધ સરકારના વિરોધી પક્ષોએ એક થઇને કર્યો હતો. સંજય નિરૂપમે દિલીપ કુમારને પાકિસ્તાની જણાવ્યા હતા.
રાજ્ય સભાના અધ્યક્ષ અને દેશના ઉપરાષ્ટ્રપતિ કૃષ્ણકાંતની ટિપ્પણી અને ચેતવણી બાદ પણ સંજય નિરૂપમ પોતાના શબ્દો પર મક્કમ રહ્યા.
મુંબઈમાં વિપક્ષમાં રહેલી કોંગ્રેસ સરકાર વિરોધી મોરચો કાઢી દિલીપ કુમારના ઘરની બહાર શિવ સૈનિકોએ પ્રદર્શન કર્યા હતા.
તત્કાલિન પ્રસારણ મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ સમગ્ર વિરોધ વચ્ચે જણાવ્યું હતું અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે ફિલ્મ બધું જ બતાવી શકે નહીં.
1999માં જ્યારે કારગિલ યુદ્ધ ચરમસીમાએ હતું ત્યારે શિવસેના ફરી એક વખત મુંબઈમાં વિરોધ પ્રદર્શનો ચાલુ કર્યા અને નારા લગાવ્યા, “દેખો કિતના ચંગા હુઆ… દિલીપકુમાર….”
શિવ સેનાની માંગ હતી કે દિલીપકુમાર પાકિસ્તાનનો સર્વોચ્ચ સન્માન નિશાન-એ-પાકિસ્તાન પરત કરે.
આ બાબતે સલાહ લેવા દિલીપકુમાર તત્કાલીન મુખ્યમંત્રી અટલ બિહારી વાજપેયીને પણ મળ્યા હતા.
દિલીપ કુમાર સાથે બેઠકમાં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી એ દિલીપ સાહેબ ને કહ્યું કે એ સર્વોચ્ચ સન્માન તેમનો હતો અને એટલે જ તેમણે જાતે જ નિર્ણય લેવો યોગ્ય હતો. પ્રધાનમંત્રી મંત્રાલય એક સત્તાવાર જાહેરાત કરી કે અભિનેતાને સન્માન પાછું આપવા કોઈ દબાણ નહીં કરે.
વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે, “અભિનેતા દિલીપ કુમારની દેશભક્તિ પર કોઈ શંકા નથી.”
નવેમ્બર, 2012માં બાલ ઠાકરેના મૃત્યુ પછી દિલીપ કુમારે એક બ્લોગમાં લખ્યું હતું, “તેઓ (બાલ ઠાકરે) સિંહ જેવા ગુણોથી ભરપૂર હતા. હું હંમેશાં એ સાંજ યાદ કરીશ જ્યારે અમે ગરમ ચાની ચૂસકી સાથે બેસીને અમારા ભેદભાવો ભૂલી જતા. મને તેઓ અત્યંત સંવેદનશીલ લાગ્યા, ખાસ કરીને ત્યારે જ્યારે સુનિલ દત્ત તેમના પુત્ર સંજય માટે ન્યાય શોધવા આમ તેમ ભટકી રહ્યા હતા.”
લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રાનો વિરોધ જ્યારે સમગ્ર દેશમાં થઈ રહ્યો હતો ત્યારે તત્કાલીન વડાપ્રધાન વી. પી. સિંઘ એ અભિનેતાને નેશનલ ઇન્ટિગ્રેશન કાઉન્સિલની મીટિંગમાં આમંત્રણ આપી વધુ એક વખત રાજકીય વિવાદ માં સામેલ કર્યા હતા.
અભિનેતાએ પોતાના ભાષણમાં ભાજપના કાર્યક્રમોની નિંદા કરી હતી અને બીજા બિનસાંપ્રદાયિક નેતાઓના સૂરમાં સૂર મેળવી પ્રધાનમંત્રી વી.પી.સિંહને એલ કે અડવાણીની ધરપકડ કરવા હાકલ કરી હતી.
ખૂબી એ રહી છે કે અડવાણી પોતે મોટા ફિલ્મ રસિક છે.
આશ્ચર્યજનક રીતે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભાજપની સરકાર કેન્દ્રમાં આવી ત્યારે, જાન્યુઆરી 2015માં દેશના બીજા સર્વોચ્ચ સન્માન માટે અમિતાભ બચ્ચન અને લાલકૃષ્ણ અડવાણી સાથે મહાનાયક દિલીપકુમારની પણ પસંદગી કરવામાં આવી.
બુધવારે મહાનાયકના નિધનના સમાચારથી સૌને આઘાત લાગ્યો છે ત્યારે વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી છે, “દિલીપકુમાર જી સિનેમાના સુપ્રસિદ્ધ મહાનાયક તરીકે યાદ રહેશે. કુદરતે તેમને અપાર સિદ્ધિ બક્ષી હતી જેના થકી તેમણે તમામ પેઢી ના દર્શકો ને મોહિત કર્યા હતા.”

Your email address will not be published.