ડિંગુચા: જ્યાં મૃત્યુ જીવન કરતાં વધુ લાભદાયી છે

| Updated: January 29, 2022 7:43 pm

કેનેડાની સરહદેથી ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસવાનાં પ્રયાસમાં પરિવાર સાથે મોતને ભેટેલા જગદીશ પટેલના અંતિમ સંસ્કાર વિદેશમાં કરવામાં આવશે. અમારી પાસે મૃતદેહો પાછા લાવવા માટે પૈસા નથી, તેમ અહીંના તેમનાં સંબંધીઓએ કહ્યું હતું.

કેનેડા-યુએસ બોર્ડર પર ઇમર્સન નજીક કાતિલ ઠંડીમાં થીજીને મૃત્યું પામેલા ગુજરાતીઓના અને અમેરિકાનાં મોટાં સપના માટે જીવલેણ જોખમો લેવાની તેમની ઇચ્છાને સમજવામાં વાઇબ્સ ઓફ ઇન્ડિયાએ લગભગ બે દિવસ ડિંગુચામાં વિતાવ્યા હતા.

ગુરુવારની સવાર સુધી કેનેડાએ પીડિતોની ઓળખ જાહેર કરી ન હતી. જગદીશ પટેલ, તેમની પત્ની વૈશાલી અને બાળકો વિહાંગી અને ધાર્મિકની જૂની સ્ટુડિયો-શૉટ તસવીર લઈને, અમે 20 થી વધુ લોકો સાથે વાત કરી, જેમાંથી મોટાભાગના લોકોએ કહ્યું હતું કે ડીંગુચા એક નાનું ગામ છે, પટેલોએ તેમની યોજનાઓ વિશે ઘણા લોકો પર વિશ્વાસ મુક્યો ન હતો.

ગામ હવે ડરી ગયું છે. અમેરિકામાં આસપાસનાં ગામડાઓમાંથી ઓછામાં ઓછા 300 લોકો છે. એક આધેડ ઉંમરનાં રહીશે કહ્યું કે, જો સીઆઇએનાં અધિકારીઓ અહીં આવે તો તેને કેવી રીતે ઓળખી શકાય?

ગુરુવારે મોડી રાત્રે, કોંગ્રેસના નેતા બળદેવભાઈ ઠાકોર કે જેમણે વાઇબ્સ ઓફ ઇન્ડિયાને પીડિતોના સામાજિક અને આર્થિક ઈતિહાસની જાણકારી આપવામાં અને તેમનાં પરિવારના ઘરે લઈ જવામાં મદદ કરી હતી, તેમણે જગદીશ પટેલ, વૈશાલી, વિહાંગી અને ધાર્મિકના માનમાં આયોજિત પ્રાર્થના સભા માટે આજે વહેલી સવારે ગામમાં પહોંચવા કહ્યું હતું. વિડંબના એ હતી કે મૃતકની માતા મધુબેન પટેલ કે જે ગામના ડેપ્યુટી સરપંચ છે અથવા તેમના પતિએ ગામ છોડી દીધું હતું અને પ્રાર્થના સભામાં હાજરી આપી ન હતી.

સમયની થપાટથી ચહેરા પર કરચલીઓ સાથે, કોસ્ટકો બેગમાં સ્ટૅક કરેલા ઘરે બનાવેલા ચોખાના ક્રિસ્પી ખવડાવનારી આ મહિલાને આજે તેમનાં મોબાઇલ પર ફોન કર્યો ત્યારે કોઈ મૂડમાં ન હતી. લગભગ વ્યંગાત્મક અવાજમાં, તેણીએ કહ્યું, “ભયલા થીજી ગયા. ગામની આબરુ ગઈ. (તે અપમાનજનક છે કે આ અડધો માણસ કેનેડાના હવામાનને સહન કરી શક્યો નહી). આ અવતરણ ઘૃણાસ્પદ છે; પરંતુ અમે તેને રાખવાનું નક્કી કર્યું).

તેમનું વાક્ય મારા પર જાણે હળવા બોમ્બની જેમ ત્રાટક્યું. ચમકદાર દેખાતા અમેરિકન જીવનના ગૌરવને હવે કેમ અસર થશે? મારા પ્રશ્નના જવાબમાં તેણી બોલી, “તમને લાગે છે કે ડીંગુચાનું હવે કોઈ ભવિષ્ય છે? આવનારી કેટલીક સીઝન માટે, અમે ગરીબીમાં સડીશું અને પછી જોઈએ છીએ કે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ બનવા બીજુ કોણ હિંમત ભેગી કરીને હીરો બને છે. ઉપરાંત, અમેરિકનો મૂર્ખ નથી.

જયેશ ચૌધરી ડીંગુચા ગામના તલાટી-કમ-મંત્રી છે

પરંતુ તમારી પાસે તમારું ખેતર છે, મેં કહ્યું, શું તમને લાગે છે કે આ ગામમાં પટેલોને કોઈ માન મળે છે? અને એક ક્લિકનો અવાજ સંભળાયો અને મને સમજાયું કે મોબાઇલનું અને વ્યક્તિગત કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે.

જગદીશ પટેલના ઘરે પહોંચતા પહેલા અમે કેનેડા માટેની ઈમિગ્રેશન એજન્સીના સાઈન બોર્ડ હેવનલી પાસેથી પસાર થયા. બીજું એક વધુ રસપ્રદ હતું કે કેનેડા જવા માટે તમારે આઇઇએલટીએસ( IELTS)ની જરૂર નથી. એક ડ્રાઈવરે બડાઇ મારતાં કહ્યું કે, દિગુચાના લોકો તો વિઝા વિના ઓક્સફર્ડ ગયા છે. અમે સ્માર્ટ લોકો છીએ. જગદીશભાઇ સાથે જે થયું તેમાં તેમનાં ભાગ્યને દોષ આપવા સિવાય બીજું કંઈ નથી. તેણે કઠોરતાંથી કહ્યું કે તેઓ શિક્ષક હતા. અમેરિકામાં હવે ઘણા બધા ઉબેર લોકો છે જેમની પાસે કાર છે.

જગદીશ પટેલના એક માળના મકાનમાં 40 થી વધુ લોકો શોક વ્યક્ત કરવા એકઠા થયા હતા. બહાર મેં એક મહિલા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, જેણે કહ્યું કે હું તેને દક્ષા કહી શકું છું. નજીકના કારખાનામાં કામ કરતા તેના પતિને પાળી માટે અને તેને રસોઇ બનાવવાનું મોડું થઇ રહ્યું હતું. ફેક્ટરીમાં 102 કલાક કામ માટે દર મહિને 8,000 રૂપિયા એટલે કે લગભગ 106 ડોલર ચૂકવાયા હતા. અમે આઠ લોકો આટલી રકમ પર નિર્ભર છીએ તેમ તે દુ:ખ સાથે કહે છે. તેમની ઇમિગ્રેશન પ્રક્રિયા માટે હવે થોડો સમય રાહ જોવી પડશે. હું આવા વિચારને ધિક્કારું છું પણ આશા રાખું છું કે મારા પતિ અમને ઑસ્ટ્રેલિયામાં છોડી ન દે. ઑસ્ટ્રેલિયા ફક્ત યુવાન લોકો માટે જ માટે જ સારું છે તેમ તે કહે છે.

બળદેવ ઠાકોર કલોક ધારાસભ્ય

દક્ષાએ કહ્યું કે તે વૈશાલીને ઓળખે છે અને તે એક ફેશનેબલ મહિલા હતી.વૈશાલી ત્યાં (યુએસમાં) એક બ્યુટી સલૂનમાં કામ કરવા માંગતી હતી. તો તે મરી જાય તો શું? વૈશાલીને ડિંગુચાથી છુટકારો મળ્યો.તેનાં ત્યાં સારી રીતે અગ્નિસંસ્કાર થશે.તમે જાણો છો કે સરકારે અમને મફત સેનિટરી નેપ્કિન્સ આપવાનું પણ એટલું જ કર્યું છે.

જીવન ઉપર મૃત્યુ

જીવન ક્રૂર છે. મૃત્યુ સૌમ્ય છે. પટેલોના એક સંબંધીની વાત અમને આશ્ચર્યચકિત કરે છે. તેનો પિતરાઈ ભાઈ જસવંત એકદમ સ્પષ્ટ છે. તેમને પરવડે તેમ નથી અને તેથી તેઓ મૃતદેહોને ડીંગુચામાં પાછા લાવવા માંગતા નથી.
તે કહે છે કે,મારી એક જ ઈચ્છા છે કે કેનેડાની સરકાર તેમનાં હિંદુ વિધિ પ્રમાણે અગ્નિસંસ્કાર કરે. અમે ભાજપના મતદારો છીએ.કોંગ્રેસના બળદેવ ઠાકોર કહે છે કે, આપણાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. હું તેમને આ ઘટનાની તપાસ કરવા વિનંતી કરું છું.

રસપ્રદ વાત એ છે કે જગદીશ પટેલના માતા મધુબહેન ડીંગુચાના ડેપ્યુટી સરપંચ છે. તેણીએ તે ક્ષણે ગામ છોડી દીધું હતું અને તેઓ યુવાન પુત્ર અને પરિવારને ગુમાવવાથી શોકમગ્ન છે.

ગામનાં એક રહીશ કહે છે કે,મધુબેન પાંચ વર્ષથી અમારા ગામના ડેપ્યુટી સરપંચ છે. જો તેમના પુત્રને સારા જીવન માટે માટે ગેરકાયદેસર રીતે યુએસમાં જવું પડ્યું હોય અને થીજીને મોતને ભેટવું પડ્યું હોય, તો અમારા વિશે વિચારો.તેઓ વધુમાં ઉમેરે છે કે, આપણાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે પરંતુ હું તમને કહું છું કે પટેલો માટે કોઈ નોકરીઓ નથી.

જગદીશ પટેલ ગ્રેજ્યુએટ હતા, તેમ છતાં, શાળા તેમને તેમને પુરતો પગાર આપતી ન હતી. જે ફેક્ટરીમાં તે કામ કરતા હતા ત્યાં મહિને રૂ. 9,000 કરતા પણ ઓછો પગાર મળતો હતો. શું તેની પાસે ગેરકાયદે ઇમિગ્રન્ટ બનવાનો પ્રયાસ કરવા સિવાય કોઈ વિકલ્પ હતો? તેમ તેના પિતરાઇ ભાઇ જસવંત કહે છે.

ગુજરાતના ડીંગુચામાં જગદીશ પટેલનું ઘર

વાઇબ્સ ઓફ ઈન્ડિયાએ જગદીશ પટેલનાં મૃત્યુ અને તેમના ગુજરાત કનેક્શનનો અહેવાલ સૌ પ્રથમ આપ્યો હતો. આ જોખમી નિર્ણય લેતા પહેલા જગદીશે શિક્ષક, કાપડનાં વેપારી, ખેડૂત અને પતંગ વેચવાનું કામ કર્યું હતું. પરંતુ તેઓ બે પાંદડે થયા ન હતા. થોડા સમય માટે, તે અમદાવાદ રહેવા ગયા પરંતુ જોઇએ તેવી કમાણી થઇ નહીં.

ડીંગુચા ગામની શેરીઓમાં અમેરિકા જવાના સ્વપ્ન

જગદીશે એક આખું વર્ષ અમેરિકા કેવી રીતે પહોંચવું તેની જાણકારી મેળવી.
રસપ્રદ વાત એ છે કે બે લોકો સિવાય કોઈને ખબર ન હતી કે તે અમેરિકા જઈ રહ્યા છે. તે તેના ગામને હંમેશ માટે છોડીને જવાનો ન હતો. તે તેના બાળકો કોલેજ પુરી કરીને લગ્ન કરે તે પછી જ પાછો આવવા માંગતો હતો.

અમે પાછા ફરતા હતા ત્યારે મને 59 ગામોના નામ આપવામાં આવ્યા, જે દરેક ગામમાંથી અમેરિકામાં ઓછામાં ઓછા ત્રણ ગેરકાયદે ઇમિગ્રન્ટ હતા. જાન્વી પાસે ઘણી રસપ્રદ વાતો અને આંકડા છે.

નાનું ગામ, મોટા સપના

અમદાવાદથી 44 કિમી દૂર આવેલા ડીંગુચા ગામની સત્તાવાર વસ્તી 2011ની વસ્તી ગણતરી મુજબ 3,284 લોકોની છે. તેમાં ઠાકોર અને પટેલોનો સમાવેશ થાય છે જેઓ મુખ્યત્વે ખેતી અને કારખાનામાં કામ કરે છે. વધુ સારી રોજગારીની તકો માટે, અહીંના મોટાભાગના પરિવારોમાંથી ઓછામાં ઓછો એક સભ્ય યુએસ અથવા કેનેડામાં કામ કરે છે.

જો કોઈ બાળક ડીંગુચામાં જન્મે છે, તો તેના નસીબમાં એક વસ્તુ લખેલી છે – તે અમેરિકા જશે. જો કોઈ પુરુષ અમેરિકા ન જાય કે ત્યાં તેનાં કોઇ સગાં ન હોય, તો તેને જલ્દી કન્યા મળતી નથી તેમ એક સ્થાનિક રહીશ ડીંગુચાની અલિખિત પ્રથા વિશે કહે છે.

સત્તાવાર આંકડા મુજબ કૃષિ (232 લોકો), ખેતમજૂરો (321), ગૃહ ઉદ્યોગ (17) અને અન્ય વ્યવસાયોમાં (452) લોકો છે. 266 થી વધુ પરિવારો ગરીબી રેખા નીચે જીવે છે. ગામમાં શૈક્ષણિક નામે માત્ર બે પ્રાથમિક શાળાઓ છે.

નાનું ગામ, મોટા સપના

29 વર્ષનો એક યુવાન, જે અમને એક ફેન્સી નામવાળી રેસ્ટોરન્ટ ફિએસ્ટામાં મળે છે, અમારી સાથે વાત કરે છે. પટેલ પરિવારના દુ:ખદ અવસાનથી તે વિચલિત નથી.હું મારા IELTS ની તૈયારી કરી રહ્યો છું. હું કેનેડા અને અમેરિકા જઈશ અને યોગ્ય રીતે જઈશ. મારે ત્યાં પોલીસમેન બનવું છે તેમ તે કહે છે.

સાથે સાથે તે ભારપૂર્વક કહે છે કે, હું આવતા 20 વર્ષ સુધી ડીંગુચા નહિ આવું. કારણ કે જે પણ આવે છે તે કહે છે આ ગામમાં કંઈ બદલાયું નથી.

ફોટોઝ: હનીફ સિંધી

Your email address will not be published.