વલસાડની નાની સરોણ ગામમાં આતંક મચાવનાર દીપડી આખરે પાંજરે પુરાઈ

| Updated: January 10, 2022 3:39 pm

વલસાડની નાની સરોણ ગામે ધણા સમયથી દીપડી આંતક ફેલાવી રહી હતી.અને તેના આતંકના કારણે લોકોને હેરાન થવાનો વારો આવ્યો હતો.આજે તે પાંજરે પુરાતાની સાથે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

છેલ્લા એક અઠવાડિયામાં દીપડી એ 4 થી 5 જેટલા પશુઓના મારણ કર્યા હતા.અને જેના ડરના કારણે લોકો રાત્રીના સમય દરમિયાન બહાર નિકળવાનું ટાળી રહ્યા હતા.લોકો દ્વારા વનવિભાગને જાણ કરતાની સાથે વનવિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.અને તેમના દ્વારા અનેક જગ્યાઓ પર પાંજરાઓ ગોઠવીને દીપડી પકડવાની કામગીરી હાથ ધરી હતી.અને તેમના પ્રયાસો દ્વારા આ દીપડી આખરે પાંજરે પુરાણી હતી. આ દીપડી પાંજરે પુરાતાની સાથે લોકો તેને જોવા માટે ઉમટી પડ્યા હતા.

આ પણ વાંચો: ગુજરાતીઓ કાતિલ ઠંડી માટે તૈયાર રહે, આ બે દિવસોમાં પડશે ભારે ઠંડી

લોકો સાંજ પડતાની સાથે જ ધરની બહાર નિકળવાનું ટાળી રહ્યા હતા.આ દીપડીએ ધણા મરધાઓનું પણ મારણ કર્યું હતુ.સરોણ ગામમાં આતંક મચાવતી ખૂંખાર દીપડી આખરે પાંજરે પુરાઈ છે.

Your email address will not be published.