કોરોનામાં સરકારી ચોપડે નોંધાયેલા મૃતકો માટે સીધી સહાય અપાશે

| Updated: November 25, 2021 6:34 pm

કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને સરકાર સહાય આપશે. સરકારે કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને સહાય ચૂકવવાની જાહેરાત કરી છે. કોરોના દરમિયાન દેશમાં લાખો લોકો મૃત્યુ પામ્યા હતા.

આ દરમિયાન ગુજરાત સરકારે 10,080 લોકોની નોંધણી કરી હતી જેઓ કોરોનાથી મૃત્યુ પામ્યા હોવાના પ્રમાણપત્ર અપાયા છે. કોરોનાના કારણે જે લોકો મૃત્યુ પામ્યા હતા અને જેમની સરકારી નોંધણી કરવામાં આવી હતી તે લોકોને સરકારની સીધી સહાય મળશે. જે લોકોની સરકારની ચોપડે નોંધણી ન થઈ હોય તેમણે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા આધારે પુરાવા રજૂ કરવા પડશે.

આરોગ્ય વિભાગે તમામ જિલ્લા કલેકટરને મૃતકનું લિસ્ટ મોકલ્યું છે. મૃતકના પરિવારના બેન્ક એકાઉન્ટમાં સીધી સહાય આપવાનો સરકારે નિર્ણય લીધો છે. કોરોનામાં અનેક લોકોએ પોતાના ઘરના સભ્યોને ગુમાવ્યા છે, ધંધા-રોજગાર ગુમાવ્યા છે, ત્યારે સરકારની આ સહાય તેમના માટે ખૂબ જ અમૂલ્ય નીવડી શકે છે.

કોરોનાના કપરા કાળ બાદ દેશમાં બેરોજગારી વધતી જતી જોવા મળી રહી છે ત્યારે સરકારનો આ નિર્ણય જરૂરીઆતવાળા લોકો માટે આશીર્વાદ સમાન છે.

Your email address will not be published. Required fields are marked *