મુસાફર બની મરચાંના વેપારીની કારમાં બેસી 7.50 લાખની લુંટ કરનાર 5 ઝડપાયા

| Updated: January 9, 2022 6:21 pm

ડીસા disa robbery તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલી લૂંટમાં સામેલ પાંચ આરોપી સહિત મોટાભાગનો મુદ્દામાલ રિકવર કર્યો છે.. આ ઘટનાને અંજામ આપનાર આરોપીઓને જેલના હવાલે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે..

ડીસામાં મરચાનો વેપાર કરતા રસિકલાલ કાંતિલાલ ચોખાવાલા નામનો વેપારી આ આરોપી પૈકી શામતુજી દરબારના ગાડીનો ડ્રાયવર બનાવીને રાજસ્થાનના બાડમેર વેપાર માટે ગયેલા હતા અને ત્યાંથી વેપારી પાસેથી નાણાં લઈને પરત ડીસા disa robbery આવી રહ્યા હતા

તે દરમ્યાન ડીસા તાલુકાનાં ઝેરડા નજીક આવેલી એક હોટલ પાસે બે શખ્સો તેમની ઇકો કારમાં મુસાફર તરીકે બેઠા હતા અને થોડે દૂર પહોંચ્યા બાદ વેપારીને ધારિયું disa robbery બતાવીને આ શખ્સો વેપારી પાસે રહેલી નાણાં ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો : દિયર સાથે દવાખાને જઇ રહેલી મહિલાનું કાર આંતરી અપહરણ કર્યા બાદ ગેંગરેપ કરાયો

આ ઘટનાની જાણ ડીસા તાલુકા પોલીસને થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી અને વેપારી સાથે રહેલા ડ્રાઈવરની પૂછપરછ કરતાં તે પણ લૂંટમાં disa robbery સામેલ હોવાનું બહાર આવ્યું હતું.. જેથી પોલીસે વધુ પૂછપરછ કરતાં આ દિલધડક લૂંટની ઘટનામાં અન્ય ચાર લોકો પણ સામે હોવાનું જાણવા મળતા પોલીસે પોતાના સૂત્રો સક્રિય કરી ગણતરીના કલાકોમાં આ ઘટનાને અંજામ આપનારા લૂંટના તમામ આરોપીને ઝડપી પાડયા હતા.

પોલીસે 6.39 લાખની disa robbery રોકડ રકમ એક મોબાઈલ ફોન, ગુનામાં વપ્ ધારિયું અને ઇકો કાર અને રિક્ષા જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે શામતુજી ચેહુજી ઠાકોર, દિપાજી ભારમલજી સોલંકી, વિરચંદભાઈ ઉર્ફે વીક્રમભાઈ મંછાભાઈ પરમાર, સિદ્ધરાજજી ભારમલજી સોલંકી અંર રમેશભાઈ હરજીભાઈ રાવળનામના આરોપીઓને પકડી પાડયા છે.

અહેવાલ – હરેશ ઠાકોર

Your email address will not be published.