નવી દિલ્હી: કોંગ્રેસ દ્વારા આજરોજ નોટિસ પાઠવવામાં આવી છે જે મુજબ રાજ્યસભામાં બધી જ અગત્યની ચર્ચા પડતી મૂકીને ફક્ત અને ફક્ત પેગાસસ કાંડ પર ચર્ચા કરવાની વાત કહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આવી જ એક નોટિસ લોકસભા ના ચોમાસા સત્ર માટે પણ પાઠવવામાં આવશે.
કલમ 267 હેઠળ પાઠવવામાં આવેલ આ નોટિસ રાજ્યસભા ની તમામ કાર્યવાહી ને રદ કરવા પાઠવવામાં આવી છે તેવું પણ અમારા સુત્રો એ જણાવ્યું છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ નોટિસ માં સંસદ ના અપર હાઉસ એટલે કે રાજ્યસભામાં રોજિંદી કાર્યવાહીના બદલે પેગસસ સ્પાઇવેર થકી દેશની નામચીન અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ની જાસૂસી કરાવી અને દેશમાં રાજકીય ભૂકંપ જેવી સ્થિતિનું નિર્માણ કરી સરકારે દેશને જવાબ આપવો જોઈએ. માનવ અધિકાર ભંગ ની સાથે રાજનૈતિક મૂલ્યો સાથે પણ ચેડાં કર્યા છે ઈઝરાયલની એક કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલું આ ટેકનોલોજી રૂપે શસ્ત્ર.
એન.એસ.ઓ ગ્રુપ, જેમણે પેગસસ નું નિર્માણ કર્યું છે, તેમનું કહેવું છે કે આ પ્રકાર ના સ્પાઇવેર ને તેઓ ફક્ત કાનૂની કાર્યવાહી અને સરકાર ની અધિકૃત ઇન્ટેલિજન્સ એજન્સીને જ આપે છે. અને વધુમાં જણાવે છે કે જે સર્વિસ બધા માટે બધી જ જગ્યાઓ માટે અને બધા જ સમયે ઉપલબ્ધ છે તે પેગસસ નહી પણ એચ. એલ. આર સર્વિસ છે.
નોટિસમાં એવું પણ પૂછવામાં આવ્યું છે કે શું સરકારે હકીકતમાં પેગાસસ સોફ્ટવેર ની ખરીદી કરી છે ?