દાદરા અને નગર હવેલીમાં 30 ઓક્ટોબરે લોકસભા બેઠકની પેટાચૂંટણી યોજાશે

| Updated: September 29, 2021 9:52 am

ચૂંટણી પંચે આપેલી જાણકારી મુજબ વિવિધ રાજયોની 30 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. જેમાં કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ તથા દીવની સાથોસાથ મધ્ય પ્રદેશ અને હિમાચલ પ્રદેશની એક-એક બેઠક પર પણ પેટાચૂંટણી યોજાશે.  

ચૂંટણી પંચે મંગળવારે જણાવ્યું હતું કે અપક્ષ સાંસદ મોહન ડેલકરના મૃત્યુ બાદ ખાલી પડેલી દાદરા અને નગર હવેલી લોકસભા બેઠકની પેટા ચૂંટણી 30 ઓક્ટોબરના રોજ યોજાશે. ગત વર્ષે દમણ, દીવ અને દાદરા નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશો એક થયા બાદ યોજાનારી આ પ્રથમ ચૂંટણી હશે. દિવંગત દેલકરની પત્ની કલાબેન ડેલકર અથવા પુત્ર અભિનવ ડેલકર ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની ટિકિટ પરથી પેટાચૂંટણી લડી શકે છે. 

દિવંગત દેલકરની પત્ની કલાબેન ડેલકર અથવા પુત્ર અભિનવ ડેલકર ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની ટિકિટ પરથી પેટાચૂંટણી લડી શકે છે. જો કે, આ મામલે વાત કરતા અભિનયે જણાવ્યુ હતું કે “અમે તમામ વિકલ્પો ખુલ્લા રાખી રહ્યા છે. મારી માતા કાલાબેન ડેલકર અથવા હું ચૂંટણી લડીશ. અમને ભાજપ, કોંગ્રેસ, એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી) અને AAP (આમ આદમી પાર્ટી) તરફથી આમંત્રણ મળ્યું છે.

નોંધનીય છે કે 22મી ફેબ્રુઆરીએ મુંબઈની એક હોટલમાંથી મોહન ડેલકરનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમૉર્ટમ રિપોર્ટ મુજબ તેમણે આત્મહત્યા કરી હતી. ડેલકરની મૃત્યુ કેસમાં મુંબઈ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસ કરવાની હાથ ધરવામાં આવી હતી. તેમના પુત્રએ આરોપ લગાવ્યો હતો કે દાદરાનગર હવેલીના વહીવટકર્તા પ્રફુલ્લ ખોડા પટેલના માનસિક ત્રાસના કારણે ડેલકરે આત્મહત્યા કરી હતી.   અભિનવે કહ્યું, “અમને હજી સુધી ન્યાય મળ્યો નથી. અમારી પોલીસ ફરિયાદમાં કોઈ પ્રગતિ જણાતી નથી અને એફઆઈઆરમાં આરોપીઓ હજુ પણ એ જ પદે બિરાજમાન છે.”

આદિવાસી નેતા દેલકરે 2019 ની લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પક્ષ છોડી, અનામત બેઠક પર સ્વતંત્ર રીતે લડ્યા અને ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ નટુ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર પ્રભુ ટોકિયા સામે જીત મેળવી હતી.

Your email address will not be published. Required fields are marked *